Breaking News : GTUમાં કેમિકલ એન્જિનિયરિંગમાં PhD કરતો વિદ્યાર્થી શીખવતો હતો MD ડ્રગ્સ બનાવવાની ફોર્મ્યુલા ! જુઓ Video
અમદાવાદના સરખેજ MD ડ્રગ્સ ફેક્ટરી કેસમાં NCBએ વધુ એક આરોપી હર્ષિલ રાવલની ધરપકડ કરી છે. GTUમાં કેમિકલ એન્જિનિયરિંગમાં PhD કરતો હર્ષિલ છેલ્લા દોઢ વર્ષથી મુખ્ય આરોપી મુદસ્સર પઠાણને કેમિકલ અને રો મટિરિયલ પૂરું પાડતો હોવાનો ખુલાસો થયો છે.
અમદાવાદના સરખેજ MD ડ્રગ્સ ફેક્ટરી કેસમાં NCBએ વધુ એક આરોપી હર્ષિલ રાવલની ધરપકડ કરી છે. GTUમાં કેમિકલ એન્જિનિયરિંગમાં PhD કરતો હર્ષિલ છેલ્લા દોઢ વર્ષથી મુખ્ય આરોપી મુદસ્સર પઠાણને કેમિકલ અને રો મટિરિયલ પૂરું પાડતો હોવાનો ખુલાસો થયો છે.
અમદાવાદના સરખેજ વિસ્તારમાં ઝડપાયેલી MD ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીના કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. અમરાઈવાડી વિસ્તારમાંથી હર્ષિલ રાવલ નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)માં કેમિકલ એન્જિનિયરિંગમાં PhDનો અભ્યાસ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
દોઢ વર્ષથી આપતો હતો કેમિકલ અને રો મટિરિયલ
તપાસમાં સામે આવ્યું છે કે, અગાઉ ઝડપાયેલા મુદસ્સર પઠાણને ડ્રગ્સ ફેક્ટરી ઊભી કરવામાં હર્ષિલે મદદ કરી હતી. છેલ્લા દોઢ વર્ષથી તે MD ડ્રગ્સ બનાવવા માટે જરૂરી કેમિકલ અને રો મટિરિયલ પૂરું પાડતો હતો. NCBની તપાસ મુજબ, હર્ષિલ પોતાના પૈસાથી પાકાં બિલ સાથે કેમિકલ અને અન્ય સામગ્રી ખરીદતો હતો અને ત્યારબાદ મુદસ્સરને પહોંચાડતો હતો. એટલું જ નહીં, ડ્રગ્સ બનાવવા માટે કેમિકલનું મિશ્રણ કેવી રીતે કરવું તે અંગે પણ તેણે માર્ગદર્શન આપ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
અન્ય લોકોની સંડોવણીની પણ તપાસ
હર્ષિલ અમરાઈવાડીમાં રહેતો હતો અને વટવા વિસ્તારમાં આવેલી એક ખાનગી ફેક્ટરીમાં નોકરી કરતો હતો. અગાઉ મુદસ્સર પઠાણની પૂછપરછ દરમિયાન અમદાવાદ, અંકલેશ્વર અને મધ્યપ્રદેશના સાંચોર સહિતનાં સ્થળોએથી કેમિકલ મેળવ્યું હોવાનું સામે આવ્યું હતું. હાલ NCB દ્વારા હર્ષિલની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ડ્રગ્સ ફેક્ટરી ઊભી કરવામાં અન્ય કોઈ વ્યક્તિ કે વિદ્યાર્થીઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો, Breaking News : અમદાવાદમાં હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ અને મોજશોખ માટે મહિલા બની ડ્રગ્સ પેડલર! જુઓ Video
