Breaking News : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર લાલે રથયાત્રાનો આનંદ માણ્યો, જુઓ Video
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રામાં નીકળી છે. રથયાત્રામાં કેટલાક સ્ટાર પણ જગન્નાથના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેમજ મયુર વાકાણી એટલે કે સુંદર મામા રાયપુર પહોચ્યા હતા. મયુર વાકાણીએ રથયાત્રાનો આનંદ માણ્યો હતો.
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રા છે. વહેલી સવારે CM ભૂપેન્દ્ર પટેલે જગન્નાથજીની રથયાત્રાનો પ્રાંરભ કરાવ્યો હતો. પહિંદવિધિ બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થયો હતો.જમાં ‘નંદીઘોષ’માં બિરાજી ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે. ‘દેવદલન’માં માતા સુભદ્રાજી તો ‘તલધ્વજ’માં ભાઈ બળભદ્ર ત્રણેય રથ જોવા માટે ભક્તો દુર દુરથી આવતા હોય છે. અમદાવાદમાં ગુજરાતની સૌથી મોટી રથયાત્રા નીકળે છે. આ રથયાત્રા જોવા માટે ભક્તો આતુર હોય છે.
સુંદર મામાએ રથયાત્રા માણી
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં, સુંદર (સુંદરલાલ) દયાબેનનો નાનો ભાઈ અને જેઠાલાલનો સાળાનું પાત્ર ભજવતો હતો.અમદાવાદમાં રહેતો સુંદર ઘણીવાર તેની મીઠી વાતો અને ચાલાકીથી જેઠાલાલને મુશ્કેલીમાં મૂકતો જોવા મળતો હતો. આજે ભલે સુંદરલાલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલનો ભાગ નથી. પરંતુ તેના ચાહકો આજે પણ તેને સુદરલાલાના નામે ઓળખે છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળી ચૂકેલા દાયા અને સુંદર બંને સગા ભાઈ-બહેન છે. મયૂર વાકાણી દિશા વાકાણીનો નાના ભાઈ છે.