Breaking News : અમદાવાદમાં ભારે વરસાદના કારણે વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા, જુઓ Video
અમદાવાદ શહેરમાં સવારથી જ ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારો પાણી પાણી થયા હતા.એસ જી હાઈવે સહિતના સ્થળોએ પાણી ભરાયા હતા. પાણી ભરાતા અખબારનગર અંડરપાસ બંધ કરાયો હતો.શહેરની કેટલીક શાળાઓમાં રજાની જાહેરાત કરાઈ હતી.
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વીજળીના કડાકા સાથ વરસાદ વરસી રહ્યો છે. વસ્ત્રાપુર , માનસી ચાર રસ્તા અને પકવાન ચાર રસ્તા પર વરસાદના પાણી ભરાયા છે.તો હવામાન વિભાગે 20 તારીખ સુધી આગાહી કરી હતી. અમદાવાદમાં સરેરાશ 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.સૌથી વધુ સરખેજમાં સવા 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તો વાસણામાં સવા 3 ઇંચ, નવરંગપુરામાં પોણા 4 ઇંચ વરસાદ,ચાંદખેડામાં 2 ઇંચ વરસાદ, ઉસ્માનપુરમાં સવા 2 ઇંચ,સાયન્સ સિટીમાં 2 ઇંચ, ગોતામાં પોણા 3 ઇંચ વરસાદ,થલેતજમાં 2 ઇંચ, ઓગણજમાં સવા 2 ઇંચ વરસાદ,વાસણા બેરેજના 14 ગેટ ખોલી દેવામાં આવ્યા છે. અમદાવાદના 5 અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે.
વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા
અમદાવાદમાં ભારે વરસાદના કારણે વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા છે. તેમજ વાસણા બેરેજમાંથી 17 હજાર ક્યુસેક પાણી છોડવાંમાં આવી રહ્યું છે.
અમદાવાદ શહેરમાં સાવત્રિક વરસાદી માહોલના કારણે જીલ્લા શિક્ષણ અધિકારીએ ખાસ સૂચના આપી છે.શાળાઓને રજા માટે નિર્ણય લેવા સૂચના આપવામાં આવી છે.
અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ
અમદાવાદના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી.કર્ણાવતી ક્લબ રોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા.પાણી ભરાતા વાહનવ્યવહારને વ્યાપક અસર થઈ હતી. વરસાદના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો હતો.સતત બે કલાકના વરસાદથી હાટકેશ્વર સર્કલ તળાવમાં ફેરવાયું હતુ.હાટકેશ્વર, ખોખરા, અમરાઈવાડી અને મણિનગરમાં પાણી ભરાયા હતા.સ્થાનિકોનો આક્ષેપ પાણીના નિકાલ માટે AMC કર્મચારીઓ સ્થળ પર દેખાયા નહીં