Breaking News : દીપડાનો પત્તો ન લાગતા વન વિભાગે સર્ચ ઓપરેશનનું સ્થળ બદલ્યું, જુઓ Video
અમદાવાદમાં સોમવારના વહેલી સવારે એક સોસાયટીમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા હતા. ત્યારે આ મામલે હવે વન વિભાગે શોધખોળની જગ્યા બદલી છે. કાણેટી ગામની આજુબાજુના વિસ્તારમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સોમવારે 20 જુલાઈના રોજ અમદાવાદના ઘુમા ગામમાં દીપડો દેખાયો હતો. શરણદીપ સોસાયટીમાં દીપડો ઘુસ્યો હોવાની વાત સામે આવતા જ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.મેયર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકો પાસેથી મેયરે માહિતી મેળવી હતી. દીપડાને પકડી પાડવા વન વિભાગની ટીમ કામે લાગી છે. આજે બીજો દિવસ થયો છે. અને વનવિભાગને ટીમને દીપડો હાથે લાગ્યો નથી.દીપડો વહેલી તકે પકડાઈ જાય એવી રહીશોને આશા છે.
વન વિભાગે શોધખોળની જગ્યા બદલી
શરણદીપ સોસાયટી સામેની બાજુ દીપડો ન મળ્યો .વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ વાનને સામેના પ્લોટમાંથી ખસેડાઇ છે. સોસાયટીની આજુબાજુમાં આવેલ ઝાડી વાળા વિસ્તારમાં એક દિવસ સર્વેલન્સ કરાયું હતુ. એક દિવસના સર્વેલન્સમાં દીપડો ના મળતા જગ્યા બદલવામાં આવી છે.થર્મલ ડ્રોન સર્વેલન્સમાં પણ દીપડો હોવાના પુરાવાઓ મળ્યા ન હતા. દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના થઈ છે. 2 દિવસથી દીપડો ન દેખાતાં ફોરેસ્ટની ટીમે તપાસનો દાયરો વધાર્યો છે. આસપાસનાં વિસ્તારમાં દીપડાનાં ફુટમાર્ક્સની ચકાસણી શરુ કરાઇ છે. દીપડાની મુવમેન્ટ પર હવે ફોરેસ્ટની ટીમની સતત નજર રાખી રહી છે.
દીપડાની કોઈ ભાળ નહીં
તમને જણાવી દઈએ કે, અમદાવાદના ધુમામાં દીપડો જોવા મળ્યા બાદ વનવિભાગની ટીમ તેની શોધખોળ કરી રહી છે. ત્યારે હવે કાણેટી ગામની આજુબાજુના વિસ્તારમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ અપડેટ ઘુમા-શેલામાં વન વિભાગની ટીમે આખી રાત કરી દીપડાની શોધ કરી હતી. દિવસ અને રાતની શોધખોળ બાદ પણ દીપડાની કોઈ ભાળ નહીં. શરણદીપ સોસાયટી અને આસપાસનાં વિસ્તારમાં રાતભર સર્ચની કામગિરી ચાલી હતી.થર્મલ ડ્રોનની મદદથી કરાયેલાં સર્ચમાં પણ કઈ હાથ ના લાગ્યું.
Breaking News : અમદાવાદના ઘુમામાં દીપડાની લટાર, જુઓ CCTV વીડિયો અહી ક્લિક કરો