Breaking News : સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરી લૂંટ આચરતી ગેંગનો પર્દાફાશ, અમદાવાદ ક્રાઈમબ્રાંચે નક્લી પોલીસકર્મીની કરી ધરપકડ- જુઓ Video

| Edited By: | Updated on: Nov 22, 2026 | 11:58 AM

અમદાવાદમાં પોલીસની ખોટી ઓળખ આપી સિનિયર સિટીઝનને ડરાવી-ધમકાવી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ થયો છે.ક્રાઇમ બ્રાન્ચે એક નકલી પોલીસની ધરપકડ કરી છે.આરોપી અને તેનો મિત્ર રાતના સમયે એકલદોકલ બેઠેલા વૃદ્ધોને ટાર્ગેટ કરીને પોલીસ બની લૂંટ કરતા હતા. શહેરકોટડા વિસ્તારમાં સિનિયર સિટિઝન પાસેથી લૂંટનો ભેદ ઉકેલાયો છે.

અમદાવાદમાં સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરી લૂંટ ચલાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓ પોલીસની ખોટી ઓળખ આપી વૃદ્ધોને ડરાવતા અને બાદમાં બળજબરીથી તેમની પાસેથી રૂપિયા પડાવીને લૂંટ કરતા હતા. 7 નવેમ્બરની રાત્રે અંદાજે સાડા બાર વાગ્યાના સમયે સરસપુર વિસ્તારમાં મહાવીર એન્ડ સન્સ નામની દુકાનના ઓટલા પર 60 વર્ષીય મનીષકુમાર જાની તેમના મિત્ર મહેન્દ્રભાઈ સાથે બેઠા હતા.આ દરમિયાન રિક્ષામાં બન્ને શખ્સો આવ્યા હતા.અને બંનેએ પોલીસ હોવાનું કહી વૃદ્ધોને ડરાવ્યા હતા ત્યારબાદ બળજબરીપૂર્વક બંનેના ખિસ્સામાંથી કુલ 9 હજાર રૂપિયા કાઢી ફરાર થઈ ગયા.

ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ

સમગ્ર ઘટનાને પગલે મનીષકુમાર જાની દ્વારા શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરી ગુનાઓ આચરતા આરોપીઓને શોધવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. આ દરમિયાન 19 નવેમ્બરના રોજ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે બાપુનગર પોસ્ટ ઓફિસ નજીકથી મોહમ્મદ શાહરૂખ અન્સારીની ધરપકડ કરી. આરોપી પાસેથી રોકડ રૂપિયા, મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી રિક્ષા સહિત કુલ 89 હજાર 500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મોહમદ શાહરૂખએ પોતાના મિત્ર સરફરાઝ ઉર્ફે બડી મીરઝા સાથે મળીને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ચોરી અને લૂંટના ગુનાઓ આચર્યા છે.પકડાયેલ આરોપી મોહમ્મદ શાહરૂખ અન્સારી 32 વર્ષનો છે. જ્યારે ગુનામાં સામેલ સરફરાજ ઉર્ફે બડી મલાઈ મિરઝા હજુ ફરાર છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. અગાઉ પણ તેની સામે ચોરી, લૂંટ અને અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. મણિનગર રેલવે ક્રોસિંગ, સિવિલ હોસ્પિટલ વિસ્તાર, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં લોકોને રિક્ષામાં બેસાડી ડરાવી ધમકાવી રૂપિયા પડાવ્યા હોવાનો ખુલાસો થયો છે.હાલ પોલીસે આરોપી અને તેના સાગરીતો દ્વારા આચરવામાં આવેલા અન્ય ગુનાઓની તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં પોલીસની ખોટી ઓળખ આપી સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરનારા આરોપીઓનો આ કિસ્સો ચેતવણી સમાન છે.રાત્રિના સમયે અજાણ્યા વ્યક્તિ પોલીસ હોવાનું કહી રોકે કે તપાસના નામે પૈસા-કિંમતી વસ્તુઓ પડાવવાનો પ્રયાસ કરે તો સાવચેતી રાખવાની પોલીસે અપીલ કરી છે.હાલમાં આરોપી મોહમદ શાહરુખ ના રિમાન્ડ મેળવીને અન્ય ગુનાઓને લઈને તપાસ શરૂ કરી છે.

Travel Tips : દિલજીત દોસાંઝ પહોંચ્યો ગિરનાર , શું તમે જાણો છો આ સ્થળ શા માટે ખાસ છે અને ગિરનાર કેવી રીતે પહોંચવું? અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.