Breaking News : દિવાળીની રાત્રે ફટાકડાં ફૂટયા બાદ AQI 600ને પાર પહોંચ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Nov 09, 2026 | 11:04 AM

અમદાવાદ (Ahmedabad) શહેરમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી છે. દિવાળીમાં ફટાકડા ફૂટ્યા બાદ મેટ્રોસિટીના અનેક વિસ્તારોમાં AQI 200ને પાર, સૌથી વધુ સોલા સ્ટેશન વિસ્તારમાં 251 AQI નોંધાયો હતો. દિવાળીની રાત્રે શહેરમાં AQI 600ને પાર પહોંચ્યો હતો. ધૂમાડાને લીધે શહેરમાં વિઝિબિલીટીમાં પણ ઘટાડો થયો હતો.

અમદાવાદમાં હવાનું પ્રદૂષણ વધ્યું છે. દિવાળીની રાત્રે ફટાકડા ફૂટ્યા બાદ. અમદાવાદમાં AQI 600ને પાર પહોંચી ગયો હતો. સૌથી વધુ સોલા વિસ્તારમાં AQI 735 પર પહોંચી ગયો હતો. સાઉથ બોપલ, પ્રહ્લાદનગર અને થલતેજ સહિતના વિસ્તારોમાં પણ AQIનું પ્રમાણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું હતું. એટલું જ નહીં રસ્તા પર વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. 200થી ઉપર AQI પહોંચે તે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી મનાય છે. સામાન્ય રીતે દર વર્ષે શિયાળામાં વાયુ પ્રદૂષણ વધી જતું હોય છે. પણ, દિવાળીની આસપાસ હવાની ગુણવત્તા વધારે જ ખરાબ થઈ જતી હોય છે.

ખુશીઓ વચ્ચે પ્રદૂષણનો પ્રહાર

દિવાળીની ખુશીઓ વચ્ચે પ્રદૂષણનો પ્રહાર હવે અમદાવાદીઓના સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય બન્યો છે.ફટાકડાના આનંદ વચ્ચે પ્રદૂષણની અસર લાંબા સમય સુધી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ત્યારે પોતાના અને પરિવારના શ્વાસની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું ખુબ જરૂરી બની જાય છે.અમદાવાદમાં દિવાળીની ધમાકેદાર ઉજવણી વચ્ચે શહેરની હવા ઝેરી બની છે.અનેક વિસ્તારોમાં AQI 600ને પાર પહોંચતા બાળકો, વૃદ્ધો અને સગર્ભાઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે.આ સ્થિતિમાં સૌથી વધુ જોખમ નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભાઓને છે.

ડોક્ટરો દ્વારા તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા અને પ્રદૂષિત હવાના સીધા સંપર્કથી બચવા સલાહ આપવામાં આવી છે.

વિઝિબિલીટીમાં પણ ઘટાડો

મેટ્રોસિટીના અનેક વિસ્તારોમાં AQI 200ને પાર, સૌથી વધુ સોલા સ્ટેશન વિસ્તારમાં 251 AQI નોંધાયો, થલતેજમાં AQI 248, હેબતપુરમાં AQI 236,શિવાલિક લેકવ્યૂ પાસે AQI 225, શાંતિગ્રામ પાસે AQI 202 નોંધાયો હતો.ધૂમાડાને લીધે શહેરમાં વિઝિબિલીટીમાં પણ ઘટાડો થયો હતો.

 

 

Health Tips : ઊંઘમાં અચાનક ઝટકો લાગવો એ સામાન્ય છે કે કોઈ બીમારીની નિશાની છે? અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.