Breaking News: કાંકરિયાથી રિવરફ્રન્ટ સુધી ફ્લોટિંગ સોલર પેનલ, AMCની ગ્રીન પહેલ, જુઓ Video

| Updated on: Feb 28, 2026 | 1:11 PM

AMCનું લક્ષ્ય વર્ષ 2028 સુધી નેટ ઝીરો એનર્જી તરફ આગળ વધવાનું છે, જેથી 100 ટકા ઊર્જાની જરૂરિયાત પરંપરાગત સ્ત્રોતો બદલે રિન્યૂએબલ માધ્યમથી પૂરી થાય. આ મહત્ત્વાકાંક્ષી યોજના અમલમાં આવશે તો AMCને અંદાજે ₹3000 કરોડ સુધીની વીજળી બચત થશે.

અમદાવાદ શહેર હવે રિન્યૂએબલ એનર્જી તરફ મોટું પગલું ભરી રહ્યું છે. ઈલેક્ટ્રીસિટીની વધતી કિંમત અને પરંપરાગત ઊર્જા પરની નિર્ભરતા ઘટાડવા માટે Ahmedabad Municipal Corporation (AMC) દ્વારા સોલર એનર્જીનો વ્યાપક ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં AMCને દર વર્ષે આશરે ₹350 કરોડનો વીજળી ખર્ચ થાય છે, જેને ઘટાડવા માટે મહાનગરપાલિકાની તમામ બિલ્ડિંગ્સ પર સોલર પેનલ્સ સ્થાપિત કરવામાં આવી રહી છે.

ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી

માત્ર બિલ્ડિંગ્સ જ નહીં, પરંતુ Kankaria Lake, Sabarmati Riverfront અને લાંભા તળાવ જેવા વોટર બોડી વિસ્તારોમાં ફ્લોટિંગ સોલર પેનલ સ્થાપિત કરવાની પણ મંજૂરી રાજ્ય સરકારની એજન્સીઓ દ્વારા આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

અંદાજે ₹3000 કરોડ સુધીની વીજળી બચત

AMCનું લક્ષ્ય વર્ષ 2028 સુધી નેટ ઝીરો એનર્જી તરફ આગળ વધવાનું છે, જેથી 100 ટકા ઊર્જાની જરૂરિયાત પરંપરાગત સ્ત્રોતો બદલે રિન્યૂએબલ માધ્યમથી પૂરી થાય. આ મહત્ત્વાકાંક્ષી યોજના અમલમાં આવશે તો AMCને અંદાજે ₹3000 કરોડ સુધીની વીજળી બચત થશે. સાથે જ શહેર પર્યાવરણમૈત્રી દિશામાં પણ મજબૂત પગલું ભરી શકશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.