Breaking News : સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર હિટ એન્ડ રન, 3 લોકોના ઘટના સ્થળે મોત, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દુધરેજ ફાટક પાસે અકસ્માતમાં 3 યુવકોના મોત નિપજ્યાં છે. ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં 3 યુવકોના મોત થયું છે.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દુધરેજ ફાટક પાસે અકસ્માતમાં 3 યુવકોના મોત નિપજ્યાં છે. ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં 3 યુવકોના મોત થયું છે. અકસ્માત સર્જાતા તાત્કાલિક ધોરણે સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરંતુ અકસ્માતમાં બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. પોલીસ મૃતદેહોને પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં બની હિટ એન્ડ રનની ઘટના
બીજી તરફ રાજકોટ શહેરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. લીમડા ચોક પાસે કારે વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત થયું છે. કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પરિવારનો આધારસ્તંભ છીનવાઈ જતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો છે. આરોપી પકડાય નહીં ત્યાં સુધી પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. પોલીસે કારચાલકને ઝડપી પાડવા કામગીરી હાથ ધરી છે.

22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો

વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video

જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું

દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા
