Breaking News : અમરેલીમાં 2 વર્ષના માસુમને શ્વાન ઉઠાવી ગયુ, CCTVમાં કેદ થઇ ઘટના, જુઓ Video
હૃદય હચમચી જાય તેવી આ ઘટના અમરેલીમાં બની છે. જ્યાં બે વર્ષના માસુમ બાળક પર રખડતા શ્વાને હુમલો કર્યો. શાંતિથી બેઠેલું શ્વાન અચાનક જ રમી રહેલા 2 વર્ષના બાળક પર હુમલો કરે છે. તેને મોઢાથી પકડીને દોડી જાય છે.
હૃદય હચમચી જાય તેવી આ ઘટના અમરેલીમાં બની છે. જ્યાં બે વર્ષના માસુમ બાળક પર રખડતા શ્વાને હુમલો કર્યો. શાંતિથી બેઠેલું શ્વાન અચાનક જ રમી રહેલા 2 વર્ષના બાળક પર હુમલો કરે છે. તેને મોઢાથી પકડીને દોડી જાય છે. પરંતુ બાળકની ચીસાચીસથી બાળકના પિતા દોડી આવ્યા. ત્યારબાદ તેમને દોટ મુકી અને શ્વાનના મુખમાંથી પોતાના બાળકને બચાવી લીધું. આ આખીય ઘટના CCTVમાં કેદ થઈ છે.
જશવંતગઢથી રાંઢિયા રોડ પર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસેની આ ઘટના છે. રખડતા શ્વાને 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકું ભરી ઉઠાવ્યું. બાળકે રાડારાડ કરતા પિતા બહાર આવી પહોંચ્યા હતા. ત્યારે હાથમા પાવડો લઈને શ્વાનની પાછળ દોડ્યા હતા. જેના પગલે શ્વાન ડરીને બાળકને છોડીને ભાગી ગયુ હતુ.
આ ઘટનામાં બાળકને શ્વાને બચકું ભરતા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. એક પિતાએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યું હતું. જો પિતા થોડી મિનિટો પણ મોડા પડ્યા હોત, તો કંઈ પણ અઘટિત ઘટના ઘટી શકી બની હોત. રખડતાં શ્વાન કેટલી હદે બાળકો માટે જોખમી બની રહ્યા છે, તેનું આ ઉદાહરણ છે.
