બોટાદ કથિત લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોતની પુષ્ટિ, અનેક ગામોમાં માતમ

આ આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે. ભાવનગરમાં (bhavnagar) 33 લોકો સારવાર હેઠળ છે, જેમાં 5 વ્યક્તિની સ્થિતિ અતિ ગંભીર છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jul 26, 2022 | 10:04 AM

બોટાદના (Botad) કથિત લઠ્ઠાકાંડ માં(lathha Kand)અત્યાર સુધીમાં 23 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે.ભાવનગરમાં (bhavnagar) હજુ 43 લોકો,અમદાવાદમાં 12 અને બરવાળામાં એક વ્યક્તિ સારવાર હેઠળ છે, જેમાં 5 વ્યક્તિની સ્થિતિ અતિ ગંભીર છે.બીજી તરફ પોલીસે (gujarat Police) સમગ્ર કેસમાં પિન્ટુ નામના એક શખ્સની અટકાયત કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે, આ કેમિકલથી દારૂ બનાવાતો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, પિન્ટુ કેમિકલ અમદાવાદથી (Ahmedabad) લાવતો હતો અને લોકલ બુટલેગરને મોકલતો હતો.

હર્ષ સંઘવીએ બોટાદ પોલીસ પાસે માગ્યો જવાબ

બોટાદ જિલ્લાની આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi)  આ અંગે બોટાદ પોલીસ પાસે જવાબ માગ્યો છે. મૃતક પૈકી 2ની અંતિમ વિધિ ગઈ કાલે જ થઈ ચૂકી છે આ ઘટનામાં દારૂ વિક્રેતા અને ઉત્પાદક બંનેની ધરપકડ કરવામાં આવી છે.

બોટાદ SP ની સૂચના બાદ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાંથી મેડીકલ ટીમ ICU એમ્બ્યુલન્સ સાથે બોટાદ રવાના થઈ હતી.તો સંભવિત લઠ્ઠાકાંડની શક્યતાને પગલે નાયબ કલેકટર, પ્રાત અધિકારી અને મામલતદાર (Collector)  રોજિદ ગામની મુલાકાતે પહોંચ્યા હતા અને પોલીસ તેમજ અધિકારીઓ દ્વારા હાલમાં ગામની મુલાકાત લઈ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.ત્યારે વારંવાર આ પ્રકારના લઠ્ઠાકાંડને ડામવા સરકાર (gujarat Govt) ઉદાહરણરૂપ કાર્યવાહી કરે છે કે કેમ ? તે જોવુ રહ્યું.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati