Ahmedabad : બોડકદેવ વિસ્તારમાં BMW કારે ઈકો કારને લીધી અડફેટે, અકસ્માત સર્જી યુવક-યુવતી ફરાર, જુઓ Video

| Edited By: | Updated on: Apr 17, 2025 | 11:24 AM

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે. બોડકદેવ વિસ્તારમાં BMW કારે અકસ્માત સર્જ્યો છે. બિલ્ડિંગમાંથી નીકળતી ઈકો કારને BMW કારે ટક્કર મારી હતી. ટક્કર વાગતા ઈકો કાર ફંગોળાઈ હતી.

ઈકો ચાલક સહિત 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યાં છે. અકસ્માત બાદ BMW કાર થાંભલા સાથે અથડાઈ હતી. BMW કાર સ્થળ પર મૂકી યુવક – યુવતી ફરાર થયા છે.

અકસ્માત સર્જી યુવક – યુવતી ફરાર થયા

અકસ્માત સર્જનાર કાર વસ્ત્રાપુર તરફથી ખૂબ જ સ્પીડમાં આવી રહી હોવાનું અને કારમાં યુવક-યુવતી સવાર હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ યુવક-યુવતી કાર મુકીને ફરાર થઈ ગયા હતા. કાર રાકેશ પટેલ નામનો યુવક ચલાવતો હોવાનું સામે આવ્યું છે. તો ઈકો કારમાં સવાર આરિફ સુમેજા અને જીજ્ઞેશ ચૌહાણ નામના બે વ્યક્તિને દુર્ઘટનામાં ઈજા પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો