બનાસકાંઠાઃ મતગણતરી પહેલા ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ઐતિહાસિક જીતનો દાવો કર્યો, જુઓ
બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના મહિલા ઉમેદવારો વચ્ચે જબરદસ્ત ચૂંટણી જંગ જામ્યો હતો. ચૂંટણી બાદ હવે મતગણતરી હાથ ધરાનાર છે. આ પહેલા જ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રેખાબેનને વિશ્વાસ છે કે, તેઓ મંગળવારે બનાસકાંઠા બેઠક પરથી ઐતિહાસિક જીત મેળવશે. કોંગ્રેસે બનાસકાંઠા બેઠક પર વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાને […]
બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના મહિલા ઉમેદવારો વચ્ચે જબરદસ્ત ચૂંટણી જંગ જામ્યો હતો. ચૂંટણી બાદ હવે મતગણતરી હાથ ધરાનાર છે. આ પહેલા જ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રેખાબેનને વિશ્વાસ છે કે, તેઓ મંગળવારે બનાસકાંઠા બેઠક પરથી ઐતિહાસિક જીત મેળવશે.
કોંગ્રેસે બનાસકાંઠા બેઠક પર વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા હતા. ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચે જબરદસ્ત ચૂંટણી જંગ જોવા મળ્યો હતો. સૌની નજર પણ બનાસકાંઠા બેઠક પર મંડરાઈ હતી. મતગણતરીના પહેલા ભાજપના ઉમેદવારે જીતનો દાવો કર્યો હતો. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે લોકોનો વિશ્વાસ, વિકાસ, અને કાર્યકરોની મહેનતને આધારે જીત મેળવશે એમ નિવેદન કર્યુ હતું.
આ પણ વાંચો: ભારતનું VVIP વૃક્ષ, લોખંડી સુરક્ષા અને દિવસ-રાત પોલીસ જવાનોનો પહેરો, જાણો