AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election: ચૂંટણીના પ્રચાર માટે ભાજપના ‘અગ્રેસર ગુજરાત’ અભિયાનનો આજથી સી.આર. પાટીલના હસ્તે થશે પ્રારંભ

Gujarat Election: ચૂંટણીના પ્રચાર માટે ભાજપના ‘અગ્રેસર ગુજરાત’ અભિયાનનો આજથી સી.આર. પાટીલના હસ્તે થશે પ્રારંભ

Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 05, 2022 | 10:03 AM
Share

Gujarat Election: વિધાનસભા ચૂંટણીનો રણટંકાર થતાંની સાથે રાજકીય પક્ષોની કામગીરીમાં બમણો વેગ આવી ગયો છે. ભાજપમાં આજથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે ભાજપ આજથી જોરશોરથી પ્રચાર શરુ કરી દેશે.

વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ વાગી ચુક્યુ છે. દરેક પક્ષ હવે વધુમાં વધુ બેઠકો કબ્જે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ભાજપનું અભિયાન આજથી શરુ થઇ રહ્યુ છે. ગાંધીનગરમાં કમલમ પરથી આજથી ચૂંટણી અભિયાનનો પ્રારંભ થશે. ‘અગ્રેસર ગુજરાત’ અભિયાનનો સી.આર. પાટીલના હસ્તે પ્રારંભ થવાનો છે. સંકલ્પ પત્ર જાહેર કરતા પહેલા ચૂંટણી અભિયાન શરુ થશે. ભાજપ જુદી જુદી રીતે પોતાના પક્ષનો પ્રચાર કરશે. ઘરે ઘરે પહોંચીને, સોશિયલ મીડિયાના માધ્યમથી, પત્રિકાઓના વિતરણ વગરે દ્વારા આજથી ભાજપ પ્રચાર શરુ કરશે.

વિધાનસભા ચૂંટણીનો રણટંકાર થતાંની સાથે રાજકીય પક્ષોની કામગીરીમાં બમણો વેગ આવી ગયો છે. ભાજપમાં આજથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે ભાજપ આજથી જોરશોરથી પ્રચાર શરુ કરી દેશે. આગામી દસ દિવસ સુધી આ અભિયાન ચાલશે. આ અભિયાનમાં લોકોને ગુજરાતમાં કેવા પ્રકારનો બદલાવ જોઇએ છે. તે પુછવામાં આવશે. સરકાર પાસેથી પ્રજાને શું અપેક્ષા છે તે પણ પુછવામાં આવશે. પ્રચાર અને પ્રસાર માટે ભાજપે તેના તમામ કાર્યકરોની ફોજ મેદાનમાં ઉતારી દીધી છે. ભાજપ આજથી ચૂંટણી અભિયાનથી શરુ કરી જનતાનો અભિપ્રાય લેશે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ભાજપ પ્રચાર પ્રસાર કરી લોકોના અભિપ્રાય મેળવશે. અલગ અલગ વિસ્તારમાં સૂચન પેટીના માધ્યમથી પણ અભિપ્રાય લેવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો નક્કી કરવા બુલેટ ગતિએ બેઠકો યોજી મંથન કરી રહ્યા છે. ગાંધીનગરમાં પ્રદેશ કાર્યાલય કમલમમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકના બીજા દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં 58 બેઠકો ઉપર મંથન કરવામાં આવ્યું. જેમાં બોટાદ, અમરેલી, મહેસાણા, ગાંધીનગર શહેર અને જિલ્લાની બેઠકો પર ચર્ચા પૂર્ણ થઈ. આ સિવાય અમદાવાદ જિલ્લાની 5, ભાવનગરની 7, ખેડાની 6, પંચમહાલની 5, નવસારીની 4, ભરૂચની 5 અને જામનગર 5 બેઠકો પર પણ મંથન થયું. અલગ અલગ બેઠક પર ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

Published on: Nov 05, 2022 09:59 AM
g clip-path="url(#clip0_868_265)">