વીડિયો : ભાજપની બેઠકમાં પહોંચેલા સાંસદ કિરીટ સોલંકીનો દાવો, 5 લાખની લીડનો સંકલ્પ છે તે પૂર્ણ કરીશું

વીડિયો : ભાજપની બેઠકમાં પહોંચેલા સાંસદ કિરીટ સોલંકીનો દાવો, 5 લાખની લીડનો સંકલ્પ છે તે પૂર્ણ કરીશું

| Edited By: | Updated on: Jan 27, 2024 | 1:33 PM

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ. અમદાવાદ પૂર્વ,અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર લોકસભા વિસ્તારના ધારાસભ્ય-સંગઠન પદાધિકારીઓ સાથે આ બેઠક યોજવામાં આવી, જેમાં ઉપસ્થિત સાંસદ કિરીટ સોલંકીએ 5 લાખની લીડથી જીતનો દાવો કર્યો.

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, જેના માટે ભાજપે તૈયારીઓ શરુ કરી દીધી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ. અમદાવાદ પૂર્વ,અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર લોકસભા વિસ્તારના ધારાસભ્ય-સંગઠન પદાધિકારીઓ સાથે આ બેઠક યોજવામાં આવી, જેમાં ઉપસ્થિત સાંસદ કિરીટ સોલંકીએ 5 લાખની લીડથી જીતનો દાવો કર્યો.

ભાજપની બેઠકમાં સાંસદ કિરીટ સોલંકી પહોંચ્યા હતા. 3 ટર્મથી સાંસદ એવા કિરીટ સોલંકીએ TV9 સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે પક્ષ તેમને જે પણ જવાબદારી આપશે તે નિભાવશે. પશ્ચિમ લોકસભામાં હારેલી વિધાનસભા સીટ અંગે કિરીટ સોલંકીએ નિવેદન આપ્યુ કે 5 લાખની લીડનો સંકલ્પ છે તે પૂર્ણ કરીશું. માઈનોરીટી બુથોમાં વિશેષ કામગીરી કરવામાં આવશે.

આ પણ વાંચો-નર્મદા : નીલકંઠ ધામ પોઇચામાં વિશ્વના સૌથી લાંબા 1008 ફૂટનો ફૂલોનો હાર ગુંબજને ચઢાવવામાં આવ્યો, જુઓ વીડિયો

સાથે જ કિરીટ સોલંકીએ જણાવ્યુ હતુ કે પરિસ્થિતિઓ હવે બદલાઈ છે, માઈનોરીટી બુથ ભાજપની સાથે હોવાનો પણ કિરીટ સોલંકીએ દાવો કર્યો છે. તેમણે જણાવ્યુ હતુ કે ભાજપે મને ઘણું આપ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.