ગુજરાત ભાજપના જ ધારાસભ્યે કલેકટરની હાજરીમાં કેમ કહ્યું, માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ : Video

|

Jun 16, 2024 | 2:14 PM

સુરતના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ અધિકારીઓ સામે બળાપો કાઢ્યો છે. ફાયર NOC મુદ્દે ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ સંકલન બેઠકમાં સુડાના અધિકારીઓ સામે ઊભરો ઠાલવ્યો છે.

અધિકારી રાજથી કંટાળેલા વધુ એક ધારાસભ્યએ બળાપો કાઢ્યો છે. આ વખતે સુરતના BJPના ધારાસભ્ય અરવિંદ રાણાએ અધિકારીઓ સામે બળાપો કાઢ્યો છે. ફાયર NOC મુદ્દે ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ સંકલન બેઠકમાં સુડાના અધિકારીઓ સામે ઊભરો ઠાલવ્યો છે.

અરવિંદ રાણાનો સીધો આરોપ છે કે “માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ” આ ઉપરાંત વધારે બળાપો નીકાળતા કહ્યું “જીવલેણ હાદસા અને અકસ્માત બને ત્યારે શાસકો ઉપર માછલા ધોવાય છે” અરવિંદ રાણાએ હુંકાર કર્યો કે હવે સુરતમાં અધિકારીઓની આડોડાઇ નહીં ચલાવી લેવાય.

ધારાસભ્ય અરવિંદ રાણા આટલેથી જ ન અટક્યા.તેઓએ પ્રજાના મનમાં ઉઠતા સવાલો ઉઠાવ્યા છે.ધારાસભ્યનો સવાલ છે કે કોઇ મોટી દુર્ઘટનાઓને અંજામ મળ્યા બાદ જ કે અધિકારીઓ જાગે છે.જો કાર્યવાહીની સત્તા છે તો પછી કેમ અધિકારીઓ હાથ પર હાથ ધરીને બેસી રહે છે.શું અધિકારીઓ મોટી દુર્ઘટનાની રાહ જોતા હોય છે.

મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકારે સુડાના અધ્યક્ષ તરીકે સુરત મનપા કમિશનર શાલીની અગ્રવાલની નિયુકિત કરી છે.આગામી સંકલન બેઠકમાં મનપા કમિશનરને કામગીરીની માહિતી સાથે હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:13 pm, Sun, 16 June 24

Next Video