ગુજરાત ચૂંટણી 2022 : અમરેલીમાં ભાજપના સહપ્રભારી સુધીર ગુપ્તા પ્રચાર મેદાનમાં, કોંગ્રેસના ગઢમાં ભાજપ પાડશે ગાબડું ?
અમરેલીમાં પીએમ મોદીની સભા પહેલા પ્રદેશ ભાજપના સહપ્રભારી સુધીર ગુપ્તા અમરેલીના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે અમરેલી વિધાનસભાની 3 બેઠકો પર ભાજપના અપેક્ષિત લોકો સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : કોંગ્રેસનો ગઢ ગણાતાના અમરેલીમાં જીત હાંસલ કરવા ભાજપ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યો છે. અમરેલીમાં પીએમ મોદીની સભા પહેલા પ્રદેશ ભાજપના સહપ્રભારી સુધીર ગુપ્તા અમરેલીના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે અમરેલી વિધાનસભાની 3 બેઠકો પર ભાજપના અપેક્ષિત લોકો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં રાજુલા, ધારી અને બગસરા બેઠકનો સમાવેશ થાય છે. સહપ્રભારી સુધીર ગુપ્તાએ કાર્યકરોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. તેમણે અમરેલીમાં આ વખતે ભાજપ જીતશે તેવો દાવો કર્યો હતો.
ચૂંટણી પ્રચારમાં ભાજપે ઉતારી કેન્દ્રીય નેતાઓની ફોજ
ગુજરાત ઈલેક્શન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. તેવા સમયે ભાજપે ચૂંટણીના મેદાનમાં ઉતારી નેતાઓની ફોજ ઉતારી છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા જે. પી. નડ્ડા ગુજરાતમાં સભા ગજવશે. તેમજ તમામ નેતાઓની 20 થી વધુ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય 10 થી વધુ કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. જેમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ ,નીતિન ગડકરી ,અર્જુન મુંડા ,સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્રપ્રધાન ,ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાતમાં સભાઓ ગજવા રહ્યા છે.