Gujarat માં વિધાનસભાની વહેલી ચૂંટણીની અટકળો મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કરી આ સ્પષ્ટતા

દેશમાં ચાર રાજયોમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ તેનો લાભ લેવા ગુજરાતમાં પણ વહેલું ઇલેક્શન કરાવવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડયું છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો કે આ બધા નિવેદનો વચ્ચે એક બાબત તો સ્પષ્ટ છે કે ભાજપે ઇલેકશન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 10:42 PM

દેશના ચાર રાજ્યોમાં ભવ્ય જીત અને ગુજરાતમાં(Gujarat)  મેગા રોડ શો બાદ હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી(Assembly Election)  વહેલી આવશે. આ મુદ્દે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે (CR Paatil)  સ્પષ્ટતા કરતા કહ્યું કે વહેલી ચૂંટણી યોજવાની કોઈ માગણી ભાજપ તરફથી કરવાના નથી.ગુજરાતમાં ચૂંટણી ક્યારે યોજવી તે અંગે ચૂંટણી પંચ જ નિર્ણય લેશે. આ પૂર્વે ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભાજપના ભવ્ય વિજય બાદ ગુજરાતમાં ડિસેમ્બરના બદલે મે કે જૂન મહિનામાં જ ચૂંટણી યોજાશે તેવી ચર્ચા થઈ રહી છે.

ગુજરાતમાં વહેલું ઇલેક્શન કરાવવામાં આવશે તેવી ચર્ચા

આ ઉપરાંત પીએમ મોદીની બે દિવસની મુલાકાતે રાજયના વિધાનસભાની વહેલી ચૂંટણી યોજાવવાની અટકળોને રાજકીય વર્તુળમાં તેજ કરી દીધી છે. દેશમાં ચાર રાજયોમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ તેનો લાભ લેવા ગુજરાતમાં પણ વહેલું ઇલેક્શન કરાવવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડયું છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો કે આ બધા નિવેદનો વચ્ચે એક બાબત તો સ્પષ્ટ છે કે ભાજપે ઇલેકશન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તેમજ ગમે ત્યારે ઇલેકશન આવે તો 150 ના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે ભાજપ કટિબધ્ધ છે.

આ પણ વાંચો : Ahmedabad : ધોળકા ચંડીસર નજીક નર્મદા કેનાલમાં ગાબડું, પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોને નુકશાન

આ પણ વાંચો : સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક યુવાન બન્યો હિટ એન્ડ રનનો ભોગ, મૃતક યુવકના 12 જૂને હતા લગ્ન

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">