Video : ભાજપમાં નવા સંગઠન માટે નક્કી કરાયા ધારાધોરણ, જાણો કેવા થયા ફેરફાર

| Edited By: | Updated on: Nov 27, 2024 | 5:22 PM

ભાજપમાં નવા સંગઠન રચનાને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મંડળ પ્રમુખ બનવા માટે ભાજપે કેટલાક ધારાધોરણ નક્કી કર્યા છે. 45 વર્ષથી નીચેના હશે તેને જ સ્થાન મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

ભાજપમાં નવી સંગઠન રચનાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. મંડળ પ્રમુખ બનવા માટે ભાજપે ધારાધોરણ નક્કી કર્યા છે. નક્કી કરેલા નિયમો જોઈએ તો 45 વર્ષથી નીચેના હશે તેને મંડળ પ્રમુખ બનવા માટે સ્થાન મળશે.

2 વખત સક્રિય સભ્ય હશે તે વ્યક્તિ જ મંડળ પ્રમુખ બની શકશે. ભાજપની બેઠકમાં રત્નાકરે તમામ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખોને સૂચના આપી. રાષ્ટ્રીય સંગઠને પણ આઆ પ્રકારે સૂચના આપી છે. જેની સામે કોઈ અસભ્ય વર્તન કે નાણાકીય બાબતે યોગ્ય નાં હોય તેને પ્રમુખ નાં બનાવવા  માં સૂચન કરવામાં આવ્યું છે. SC/ST અને મહિલાઓને પણ પ્રમુખ પદે સ્થાન મળે તેને પણ પ્રાધાન્ય આપવા સૂચના આપવામાં આવી છે.

Published on: Nov 27, 2024 05:20 PM