ભાજપ પક્ષ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હસ્તક્ષેપ નથી કરતો : નીતિન પટેલ

રાજ્યના  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે ભાજપ સરકાર તો વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ બને તેવા પ્રયાસો કરે છે. જેના લીધે ગ્રામીણ વિકાસ માટે વધુમાં વધુ ફંડ ગામને મળે તેમજ સુવિધામાં પણ વધારો થાય.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2021 | 2:22 PM

ગુજરાતમાં(Gujarat) આજે યોજાઇ રહેલી ગ્રામ પંચાયત ચૂંટણીને(Gram Panchyat Election)  લઇને રાજ્યના  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે(Nitin Patel)  મહેસાણા(Mehsana)  ખાતે  નિવેદન આપ્યું હતું કે ગ્રામપંચાયત અને વિધાનસભા ચૂંટણીને સરખાવી જોઈએ નહીં. કારણ કે ભાજપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરતી નથી. આ ઉપરાંત ભાજપ પક્ષ દ્વારા ઉમેદવારોને કોઈ મેન્ડેડ પણ અપાતો નથી.

તેમજ ભાજપ સરકાર તો વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ બને તેવા પ્રયાસો કરે છે. જેના લીધે ગ્રામીણ વિકાસ માટે વધુમાં વધુ ફંડ ગામને મળે તેમજ સુવિધામાં પણ વધારો થાય.

ઉલ્લેખનીયછે કે, ગુજરાતમાં(Gujarat)આજે યોજાઇ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં(Gram Panchyat Election)બપોરે 12 વાગે સુધીમાં સરેરાશ 22 ટકા જેટલું મતદાન(Voter turn Out)નોંધાયું છે. જેમાં મતદાનની ટકાવારી પર નજર કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં 25 ટકા, મધ્ય ગુજરાતમાં 23 ટકા, દક્ષિણ ગુજરાતમાં 19 ટકા, જયારે ઉત્તર ગુજરાતમાં સરેરાશ 21 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

ગ્રામ પંચાયતની ચૂંટણીના ચિત્ર પર નજર કરીએ તો, 23 હજાર 97 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાંથી 6 હજાર 656 મતદાન મથકો સંવેદશીલ છે, તો 3 હજાર 74 મતદાન મથકો અતિ સંવેદનશીલ છે. તો કુલ 10 હજાર 812 ગ્રામ પંચાયતમાંથી 1 હજાર 167 ગ્રામ પંચાયતો બીનહરિફ થઈ છે. જ્યારે 9 હજાર 669 સભ્ય બીનહરીફ ચૂંટાયા છે. તો 6 હજાર 446 ગ્રામ પંચાયતો અંશતઃ બિનહરીફ છે. જેમાંથી કુલ 4 હજાર 511 સરપંચ અને 26 હજાર 254 સભ્ય બિનહરીફ થયા છે.

આ પણ વાંચો : Chhota Udepur : જામલી ગામે વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ મતદાન કર્યું

આ પણ વાંચો : Banaskantha: ધાનેરાના MLA નાથા પટેલે કર્યું મતદાન, EVM અને બેલેટ પેપરને લઈને આપ્યું આ નિવેદન

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">