PM મોદીના 75મા જન્મદિવસે દિલીપદાસ મહારાજ, ઇમામ અને રઉફ બંગાળીની હાજરીમાં કેક કટિંગ – જુઓ Video

PM મોદીના 75મા જન્મદિવસે દિલીપદાસ મહારાજ, ઇમામ અને રઉફ બંગાળીની હાજરીમાં કેક કટિંગ – જુઓ Video

| Updated on: Sep 17, 2025 | 4:20 PM

નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં થયો હતો. તેમના જન્મદિવસની ઉજવણી સમગ્ર દેશ સહિત રાજ્યમાં કરવામાં આવી રહી છે.

આજે વડાપ્રધાન મોદીનો 75મો જન્મદિવસ છે અને ગુજરાત સહીત સમગ્ર દેશમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં અમદાવાદમાં PM મોદીના જન્મદિવસે કોમી એકતાનું સૂત્ર સાકાર કરવામાં આવ્યું. PM મોદીના 75મા જન્મદિવસે 75 કિલોની કેક બનાવડાવવામાં આવી. જગન્નાથ મંદિરના મહંત અને જુમ્મા મસ્જિદના ઈમામની હાજરીમાં કેક કાપવામાં આવી હતી.

જણાવી દઈએ કે, ઓપરેશન સિંદૂરની થીમ પર કેક તૈયાર કરવામાં આવી હતી. આટલું જ નહીં 75 હિન્દુ મહિલાઓને સાડી અને 75 મુસ્લિમ મહિલાને ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું.

જણાવી દઈએ કે, દિલીપદાસ મહારાજ (મહંત જગન્નાથ મંદિર), જુમા મસ્જિદના ઈમામ અને રઉફ બંગાળીની હાજરીમાં કેકની ઉજવણી કરવામાં આવી. વડાપ્રધાનના જન્મદિવસે સૌએ કોમી એકતાનો સંદેશો આપ્યો એમાંય વિવિધ ધર્મગુરૂએ સાથે મળીને કેક કાપી તેમજ ઉજવણી કરી.

PM મોદીને કેટલા ભાઈ બહેનો છે, પરિવારમાં કોણ કોણ છે જુઓ અહી ક્લિક કરો