ભવનાથ મંદિરમાં ગાદીપતિના સ્થાને વહીવટદારની નિમણૂક કરાયા બાદ પણ વિવાદ યથાવત, મહેશગીરીએ કરી ચેલન્જ- Video
જુનાગઢમાં ભવનાથ મંદિરનો તંત્રએ વહીવટ સંભાળ્યા બાદ પણ વિવાદ યથાવત છે. મહેશગીરી બાપુએ હરીગીરી બાપુ સામે સૌથી મોટો પ્રહાર કર્યો છે. હરીગીરીને જેલમાં નહીં મોકલુ ત્યાં સુધી શાંતિથી બેસીશ નહીં
જુનાગઢ ભવનાથ મંદિરમાં પ્રથમવાર સરકારનું શાસન લાગુ થયુ છે. મહંત હરિગીરીની મુદ્દત પૂર્ણ થતા વહીવટદારની નિમણૂક કરાઈ છે. વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા મંદિરનો વહીવટ સંભાળવાની તજવીજ હાથ ધરાઈ છે. ભવનાથ મંદિરે હરીગીરી બપુ અને સાધુ સંતોની બેઠક યોજઈ હતી. ભવનાથના પૂર્વ મહંત હરિગીરીએ તંત્રના નિર્ણયને આવકાર્યો છે. ગિરનાર સાધુ મંડળના પ્રમુખ ઈન્દ્રભારતીએ પણ નિર્ણયને આવકાર્યો છે. ભવનાથ મંદિર નીચે આવત મુચકુંદ ગુફાનો વહીવટ સોંપી દેવાની ખાતરી આપી છે. કલેક્ટર, પ્રાંત અધિકારી અને મામલતદારને સહકાર આપવા તૈયારી દર્શાવી છે.
તો બીજી તરફ વહીવટદારની નિમણૂક થયા બાદ પણ વિવાદ યથાવત છે. મહેશગીરી બાપુએ હરીગીરી બાપુ સામે સૌથી મોટો પ્રહાર કર્યો છે. હરીગીરીને જેલમાં નહીં મોકલુ ત્યાં સુધી શાંતિથી બેસીશ નહીં તેવી ચેલેન્જ મહેશગીરીએ કરી છે. હરીગીરીની ભ્રષ્ટાચાર હેઠળ મહંત પદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે. પોતાનો સંકલ્પ પૂર્ણ થયા બાદ મહેશગીરીએ ભવનાથ મહાદેવને જળ ચડાવ્યુ છે.
આ તરફ ભવનાથ મંદિરના પૂર્વ મહંત હરિગીરીએ મહેશગીરીના આરોપો પર સ્પષ્ટતા કરવાનું ટાળ્યુ અને ગોળગોળ જવાબો આપતા જોવા મળ્યા. હરિગીરીએ કહ્યુ કે મારો કાર્યકાળ પૂર્ણ થયા બાદ મે મહંત પદ છોડ્યુ છે.