ભાવનગર: પરષોતમ સોલંકીએ ભાવનગર ગ્રામ્ય પરથી જીતના આશાવાદ સાથે ભર્યુ ઉમેદવારી પત્ર

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાની મતદાન માટે ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે ભાવનગર ગ્રામ્ય પરથી કોળી સમાજના દિગ્ગજ ચહેરો એવા પરષોતમ સોલંકીએ તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ.

ભાવનગર: પરષોતમ સોલંકીએ ભાવનગર ગ્રામ્ય પરથી જીતના આશાવાદ સાથે ભર્યુ ઉમેદવારી પત્ર
પરષોતમ સોલંકી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2022 | 11:27 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્ર દાખલ કરવાનો આજે છેલ્લો દિવસ હતો. ત્યારે અનેક ઉમેદવારોએ તેમના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જેમા ભાવનગર ગ્રામ્ય વિધાનસભાના ભાજપના ઉમેદવાર અને કોળી સમાજના દિગ્ગજ નેતા પરષોતમ સોલંકીએ ઉમેદવારી ફોર્મ ભર્યું. કોળી સેનાના આગેવાનો અને ભાજપના પદાધિકારીઓ ખાસ હાજર રહ્યાં હતા.

પરષોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી પાંચ ટર્મથી ધારાસભ્ય છે. તેમના મત વિસ્તારમાં અનેક વિકાસના કામો પણ કર્યા છે. જેથી પ્રજા વિકાસને પસંદ કરી ફરી એકવાર ભાજપને સમર્થન આપશે તેવો પરષોત્તમ સોલંકીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 1998થી પરષોતમ સોલંકી સતત આ બેઠક પરથી વિજેતા રહ્યા છે. આ બેઠક પર 1972 અને 1995 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ અત્યાર સુધીમાં 5-5  વખત આ બેઠક પરથી જીત્યા છે. જો કે છેલ્લા 5 ટર્મથી અહીં પરષોતમ સોલંકીનું એકચક્રી શાસન રહ્યુ છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ફોર્મ ભર્યા બાદ પરષોતમ સોલંકીએ જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથોસાથ તેમણે નિખાલસતાથી જણાવ્યુ હતુ કે ચૂંટણી જીતશે તો  સ્થાનિકોના કોઈ પ્રશ્નો નહીં ઉકેેલાયા હોય તો તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની તેમની પ્રથમ પ્રાથમિક્તા રહેશે. સાથોસાથ કોળી સમાજ વિશે તેમણે જણાવ્યુ હતુ કે કોળી સમાજ તેમનું હ્રદય છે અને તેઓ ઈચ્છે કે કોળી સમાજ ખૂબ આગળ વધે. આ સાથે તેમણે જણાવ્યુ કે તેઓ દરેક વર્ગ માટે કામ કરતા રહેશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">