ભાવનગર: મહુવા એપીએમસીમાં ડુંગળીની હરાજી બંધ, એક કટ્ટામાં 500 ગ્રામ વજન કપાતને લઈને વેપારીઓ, ખેડૂતોમાં રોષ

ભાવનગર: મહુવા એપીએમસીમાં ડુંગળીની હરાજી બંધ, એક કટ્ટામાં 500 ગ્રામ વજન કપાતને લઈને વેપારીઓ, ખેડૂતોમાં રોષ

| Updated on: Nov 06, 2023 | 7:22 PM

ભાવનગર એપીએમસીમાં ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી છે. એક કટ્ટામાં 500 ગ્રામ વજન કપાતને લઈને વેપારીઓ અને ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી છે. વજન તપાસને લઈને ડુંગળીની હરાજી બંધ કરાઈ છે.

ભાવનગરના મહુવા એપીએમસીમાં ડુંગળીની હરાજી બંધ કરાઈ છે. APMC દ્વારા વજન તપાસને લઈને ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી. ડુંગળીના એક કટ્ટામાં 500 ગ્રામ વજન કપાતને લઈને વેપારીઓમાં રોષ વ્યાપ્યો છે.

ડુંગળી પકવતા ખેડૂતો પણ ડુંગળી કપાતને લઈને નારાજ છે. ત્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવી છે, ૉજ્યારે અન્ય અનાજની હરાજી ચાલુ છે. જેને લઈને માર્કેટિંગ યાર્ડના વેપારીઓ તેમજ ડુંગળીની દલાલી કરતા વેપારીઓની સેક્રેટરી સાથે મિટીંગ યોજાશે. જે બાદ આવતીકાલે ડુંગળીની હરાજી મુદ્દે નિર્ણય લેવાશે.

આ પણ વાંચો: અમદાવાદ: તમારી વાતચીતના કારણે મારા બાળકો જાગી ગયા આટલુ કહી દિયર દેરાણીએ મળી ભાભીનું ગળુ દબાવી કરી નાખી હત્યા

1 કટ્ટા પર 5100 ગ્રામ કપાત આપવાના નિર્ણય સામે વેપારીઓ અને ખેડૂતોમાં રોષ છે. જ્યારે યાર્ડ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે અને યાર્ડ પણ આ બાબતે સહમત ન હોવાથી ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી છે.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 06, 2023 07:18 PM
g clip-path="url(#clip0_868_265)">