AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિકાસ ગૃહની દીકરીનું કર્યું કન્યાદાન

Bhavnagar: શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિકાસ ગૃહની દીકરીનું કર્યું કન્યાદાન

Ajit Gadhavi
| Edited By: | Updated on: May 27, 2022 | 5:06 PM
Share

રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ તાપીબાઈ વિકાસ ગૃહની દીકરીના પાલક માતા-પિતા તરીકેની ફરજો પૂરી કરીને આજે તેને લગ્નની ઉંમર થતાં તેના ધામધૂમપૂર્વક લગ્ન કરાવી કન્યાદાન કર્યું હતું.

Bhavnagar: સામાન્ય રીતે સમાજમાં દીકરીના લગ્નનો પ્રસંગ તેના માતા-પિતા માટે એક આગવો અને અનન્ય અવસર હોય છે. કોઈપણ માતા-પિતા પોતાની દીકરીના ધામધૂમપૂર્વક લગ્ન થાય અને દીકરીના તમામ અરમાનો પૂરા થાય તેનો ખ્યાલ રાખીને તેના લગ્ન કરાવતા હોય છે. પરંતુ સમાજમાં એવી પણ દીકરીઓ છે કે જેનું કોઈ નથી અને અનાથાશ્રમમાં કે આશ્રમશાળાઓમાં નાનપણથી મોટી થાય છે. આવી દીકરીઓને સમાજમાં માનભેર સ્થાન મળે, માતા-પિતાનો પ્રેમ મળે અને લગ્નની યોગ્ય સમયે લગ્ન કરીને સમાજજીવનમાં સ્થાપિત થાય તે જરૂરી છે. રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ તાપીબાઈ વિકાસ ગૃહની દીકરીના પાલક માતા-પિતા તરીકેની ફરજો પૂરી કરીને આજે તેને લગ્નની ઉંમર થતાં તેના ધામધૂમપૂર્વક લગ્ન કરાવી કન્યાદાન કર્યું હતું.

આ સમાજ અનુકરણીય કાર્યમાં તેમના મોટાભાઈ પણ પાછળ રહ્યાં નથી. તેમના મોટાભાઈ ડો. ગીરીશભાઈ વાઘાણીએ પણ તાપીબાઇ વિકાસ ગૃહની અન્ય એક દીકરીનું માતા-પિતા તરીકેની ફરજ બજાવીને કન્યાદાન કર્યું હતું. આમ, બંને ભાઈઓએ સમાજમાં એક આગવું અને અનોખું સાથે-સાથે અનુકરણીય પગલું ભરીને માનવતા સાથે સંવેદનશીલતાની એક અનોખી મિશાલ પ્રસ્તુત કરી હતી. આ પ્રસંગને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર અને મેયર કિર્તીબાળા દાણીધારીયા પણ વિશેષરૂપે આ લગ્નમાં ભાવનગર ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં.

મહત્વનું છે કે, ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલ તાપીબાઇ વિકાસ ગૃહ સને – 1962થી ચાલે છે અને અનાથ દીકરીઓની સારસંભાળ રાખવા સાથે શિક્ષણ અને સમાજમાં પુન: સ્થાપનનું કામ વર્ષોથી કરે છે. આ સંસ્થા અત્યાર સુધીમાં 125થી વધુ દીકરીઓના લગ્ન કરાવી ચૂકી છે. આજે થયેલ લગ્નમાં દીકરી ગુંજન અને તેમના પતિશ્રી બંને મૂકબધિર દંપતિ છે. બે અનાથ દિકરી પુનમ અને ગુંજનના લગ્નનો સમય આવ્યો ત્યારે મંત્રી જીતુભાઈ વાઘાણી અને તેમના ભાઈએ આ દિકરીઓને પોતાની દિકરી ગણીને બન્ને દીકરીઓના મંડપ, પૂજાવિધી પણ તેમણે ગઈકાલે કરી હતી. રાત્રે ડાંડિયારાસ પણ રાખવામાં આવ્યો હતો. આમ, દીકરીઓના લગ્નનો પ્રસંગ તમામ પ્રસંગો અને વિધિ વિધાનથી થાય તેની પૂરતી કાળજી રાખવામાં આવી હતી.

Published on: May 27, 2022 05:06 PM
g clip-path="url(#clip0_868_265)">