ભરૂચ વીડિયો : INDIA ગઠબંધનના કોઈ પણ નિર્ણયથી ભાજપાને ફરક પડશે નહીં : મનસુખ વસાવા

ભરૂચ વીડિયો : INDIA ગઠબંધનના કોઈ પણ નિર્ણયથી ભાજપાને ફરક પડશે નહીં : મનસુખ વસાવા

| Updated on: Feb 23, 2024 | 9:01 AM

કોંગ્રેસ હવે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી INDIA ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહ્યા છે પણ આ બેઠકના ઉમેદવારની પસંદગીએ વિપક્ષમાં ફાંટા પડ્યા છે તો વિપક્ષના ઘમાસાણથી ભાજપને કોઈ ફર્ક પડશે નહીં તેમ ભાજપાના સાંસદ મનસુખ વસાવા જણાવી રહયા છે.  

નર્મદા : લોકસભા ચૂંટણી માટે ભરૂચ બેઠકની ઉમેરદવારીનો મુદ્દો ચકચાર પકડી રહ્યો છે. 4 દાયકાથી આ બેઠક પર પરાજયનો સામનો કરનાર કોંગ્રેસ હવે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી INDIA ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહ્યા છે પણ આ બેઠકના ઉમેદવારની પસંદગીએ વિપક્ષમાં ફાંટા પડ્યા છે તો વિપક્ષના ઘમાસાણથી ભાજપને કોઈ ફર્ક પડશે નહીં તેમ ભાજપાના સાંસદ મનસુખ વસાવા જણાવી રહયા છે.

મનસુખ વસાવાએ કહ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન અગાઉથીજ નક્કી હતું. બે પક્ષના એકસાથે ચૂંટણી લડવાથી કે સંમતિથી ઉમેદવારની જાહેરાતથી ભારતીય જાણતા પાર્ટીને કોઈ ફર્ક પડશે નહીં. ભરૂચ બેઠક વધુ એક વાર ભાજપાજ જીતશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 

Input Credit : Vishal Pathak, Narmada

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">