Bharuch : રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ સહિત ગુનાહીત ઈતિહાસ ધરાવતા 300 આરોપીની પોલીસે તૈયાર કરી યાદી, જુઓ Video
ભરૂચ પોલીસે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સહિત વિવિધ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 300 જેટલા આરોપીઓની એક વિસ્તૃત યાદી તૈયાર કરી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહા દ્વારા આવા આરોપીઓની યાદી તૈયાર કરવાના સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા હતા, જેના પગલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દિલ્હી બ્લાસ્ટ બાદ દેશભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ભરૂચ પોલીસે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સહિત વિવિધ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 300 જેટલા આરોપીઓની એક વિસ્તૃત યાદી તૈયાર કરી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહા દ્વારા આવા આરોપીઓની યાદી તૈયાર કરવાના સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા હતા, જેના પગલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરોપીની યાદી તૈયાર કરાઈ
પોલીસે છેલ્લા 30 વર્ષના ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીને આ યાદી બનાવી છે. તેમાં નશાખોરી, દારૂની હેરાફેરી, હથિયારોના ગેરકાયદેસર વ્યવહાર અને ખાસ કરીને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોય તેવા તમામ આરોપીઓની માહિતી એકત્ર કરવામાં આવી છે. આ પગલું ગુનાખોરી પર અંકુશ મેળવવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ યાદીના આધારે ભવિષ્યમાં વધુ કાર્યવાહી કરવામાં આવશે તેવી અપેક્ષા છે.
