પાટીલે મનસુખ વસાવા વિશે આપ્યું મોટું નિવેદન, કહ્યું ‘ખામીઓ સાથે પણ અમારા મિત્ર છે’

Bharuch: અંકલેશ્વર ખાતે ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનો ઉદ્ઘાટન કાર્યક્રમમાં સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. ત્યાં તેમણે મનસુખ વસાવા વિશે નિવેદન આપ્યું હતું.

ભરૂચમાં (Bharuch) એક કાર્યક્રમમાં ભાજપ (BJP) પ્રદેશ પ્રમુખ મનસુખ વસાવાએ (Mansukh Vasava) હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન પાટીલે મનસુખ વસાવા માટે મોટું નિવેદન આપ્યું છે. સી.આર.પાટીલે પોતાના વક્તવ્યમાં કહ્યું કે “મનસુખ વસાવા કાર્યકર્તાઓ માટે કૂહાડી પર પગ મુકી દે છે, ખામીઓ સાથે પણ તેઓ અમારા મિત્ર છે. ખામી એ છે કે જે હોય એ બોલી દે છે”. ભરુચમાં એક કાર્યક્રમ દરમિયાન પાટીલે પોતાના ભાષણમાં વધુમાં કહ્યુ હતુ કે, સાંસદ મનસુખ વસાવાને કંઈ કહેવાય નહિ તે મારા કરતા પણ સિનિયર છે. તે કાર્યકરો માટે ઘણુ કામ કરે છે.

જણાવી દઈએ કે અંકલેશ્વર ખાતે ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનો ઉદ્ઘાટન કાર્યક્રમ હતો. જેમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. તો આ પ્રસંગે સંબોધનમાં પાટીલે મનસુખ વસાવાને કાર્યકર્તા માટે કુહાડી ઉપર પગ મૂકે તેવો માણસ ગણાવ્યા હતા. જણાવી દઈએ કે ભરૂચના સિનિયર અને 6 ટર્મથી ચૂંટાતા આદિવાસી સાંસદ છે.

સ્ટેજ પરથી અંતમાં સી.આર પાટીલે કહ્યું કે ‘મેં કાર્યકર્તાઓ માટે મનસુખ ભાઈને ઝઝૂમતા જોયા છે. પગ પર કુહાડી મારે એ વાત તો સાંભળેલી છે પરંતુ કાર્યકર્તાઓ માટે કુહાડી પર પગ મુકે એવો આ માણસ છે. એટલે જ ખામીઓ સાથે પણ તેઓ અમારા મિત્ર છે. ખામીઓ એ છે કે એ બોલી દે છે. અમારા તો સિનિયર છે એટલે અમે તેમને કઈ કહી ન શકીએ.’

 

આ પણ વાંચો: ના હોય ! આ મિત્રએ લગ્નમાં એવી ગિફ્ટ આપી કે વીડિયો થયો વાયરલ, જોઈને લોકોએ કહ્યુ ” દોસ્ત હો તો ઐસા “

આ પણ વાંચો: Omicron Symptoms: મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિમાં જોવા મળ્યું હતું માત્ર એક જ લક્ષણ, જાણો સંપૂર્ણ વિગત

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati