Viral Video : કહેવાય છે કે લગ્ન થતાં જ વર-કન્યા જીવનના સૌથી સુંદર તાંતણે બંધાઈ જાય છે.સામાન્ય રીતે લગ્ન સંપન્ન થયા બાદ સંબંધીઓ સ્ટેજ પર દુલ્હા-દુલ્હનને (Bride-Groom) આશીર્વાદ આપવા આવે છે.પરંતુ કેટલાક મિત્રો એવા હોય છે.જે આ તકનો લાભ લઈને તેના દોસ્તને ચીડવતા જોવા મળે છે. આજકાલ આવો જ એક લગ્નનો વીડિયો વાયરલ (Viral)થઈ રહ્યો છે.જેમાં એક યુવક તેના દોસ્તને એવી ગિફ્ટ આપે છે કે,લગ્નમાં આવેલા સૌ કોઈ જોઈને દંગ રહી જાય છે.
મિત્રએ એવી મજાક કરી કે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોવા મળે છે કે, દુલ્હા-દુલ્હન સ્ટેજ પર ઉભા છે અને મહેમાનો તેને આશીર્વાદ આપતા જોવા મળે છે.બાદમાં વરરાજાના(Groom) કેટલાક મિત્રો ભારે કાર્ટૂન બોક્સ લઈને સ્ટેજ તરફ આગળ વધતા જોવા મળે છે. પ્રથમ નજરે જોતા એવું લાગે છે કે તે સુંદર ભેટ છે, પરંતુ અંતે જ્યારે વર-કન્યાને તે ભેટ મળે છે, ત્યારે ખબર પડે છે કે. એ તો મિત્રોની મજાક હતી.બીજું કંઈ નહિ…! આ મિત્રોનો અંદાજ યુઝર્સને(Users) ખુબ પસંદ આવી રહ્યો છે.
જુઓ વીડિયો
View this post on Instagram
રમુજી વીડિયોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી
આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી theshaadiswag નામાન પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયોને એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળે છે.જેમાં એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, લગ્નમાં આવી ગિફ્ટ એખ મિત્ર જ આપી શકે..જ્યારે અન્ય એક યુઝરે (user) લખ્યુ કે, ‘દોસ્ત હો તો ઐસા’. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે.
આ પણ વાંચો : Viral : સાઈકલ પર સ્ટંટ કરવાના ચક્કરમાં યુવકના હાલ થયા બેહાલ, વીડિયો જોઈ યુઝર્સ કહ્યુ ” વાહ ક્યા સીન હૈ”
આ પણ વાંચો : કોબ્રા સાપને ઉશ્કેરવો આ વ્યક્તિને ભારે પડ્યો ! ગુસ્સે થયેલા સાપે કર્યો હુમલો, જુઓ VIDEO