Bharuch: છોટુ વસાવાના નાના પુત્ર દિલિપ વસાવાએ BTPમાંથી આપ્યુ સ્વૈચ્છિક રાજીનામુ

TV9 GUJARATI

|

Updated on: Nov 13, 2022 | 11:11 PM

Gujarat Election 2022: BTPને વધુ એક ઝટકો મળ્યો છે. છોટુ વસાવાના નાના પુત્ર દિલિપ વસાવાએ પાર્ટીમાંથી તમામ હોદ્દા પરથી સ્વૈચ્છિક રાજીનામુ આપ્યુ છે. દિલિપ વસાવાએ રાજીનામુ આપ્યા બાદ મહેશ વસાવા સામે ગંભીર આરોપ લગાવ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભરૂચની ઝઘડિયા બેઠક પર હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. આ બેઠક પર પિતા પુત્ર વચ્ચે જ જંગ જામશે. ભરૂચની ઝઘડિયા બેઠક પર પિતા છોટુ વસાવા અને પુત્ર મહેશ વસાવા વચ્ચે ચૂંટણીનો ખરાખરીનો જંગ ખેલાશે. આ બધા વચ્ચે મહેશ વસાવાને વધુ એક ઝટકો મળ્યો છે. છોટુ વસાવાના નાના પુત્રે બીટીપીમાંથી સ્વૈચ્છિક રાજીનામુ આપ્યુ છે. છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ પાર્ટી છોડી બીટીપીના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપ્યુ છે. બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષથી નારાજ ચાલી રહેલા દિલીપ વસાવાએ રાજીનામુ આપ્યુ છે.

ગુજરાત એસેમ્બલી ઈલેકેશન 2022: મહેશ વસાવાથી નારાજ

મહેશ વસાવાથી નારાજ થઈને તેમણે રાજીનામુ આપ્યુ છે. પાર્ટી છોડ્યા બાદ મોટા ભાઈ મહેશ વસાવા સામે ગંભીર આરોપ લગાવ્યા છે. છોટુભાઈને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. છોટુ વસાવાના પુત્ર દિલિપ અને બીજી તરફ ભત્રીજા રાજુએ પણ રાજીનામુ આપી દીધુ છે. દિલિપ વસાવા બીટીપી અને BTTSમાં હતા. જેમાં છોટુ વસાવાની ટિકિટ કપાતા વિવાદ વધુ વકર્યો છે.

ગુજરાત એસેમ્બલી ઈલેકેશન 2022: ભરૂચની ઝઘડિયા બેઠક પર પિતા-પુત્ર વચ્ચે જંગ જામશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભરૂચની ઝઘડિયા બેઠક પર પિતા-પુત્ર વચ્ચે જંગ જામશે. ભરૂચની ઝઘડિયા બેઠક પર પિતા છોટુ વસાવા અને પુત્ર મહેશ વસાવા વચ્ચે ચૂંટણીનો ખરાખરીનો જંગ ખેલાશે. આવતીકાલે છોટુ વસાવા ઝઘડિયા બેઠક પરથી ઉમેદવારી પત્ર નોંધાવશે, પરંતુ છોટુ વસાવા કયા પક્ષમાંથી ફોર્મ ભરશે તે અંગે સસ્પેન્સ હજુ અકબંધ છે .પુત્ર મહેશ વસાવાએ BTPમાંથી ઉમેદવારી કરતા પિતા છોટુ વસાવાની ટિકિટ કપાઈ હતી. મહેશ વસાવા ઝઘડિયા સીટ પરથી પોતાની ઉમેદવારી જાહેર કરી દીધી છે. છોટુ વસાવા જનતા દળ (યુ) સાથે જોડાણની માગ કરતા મહેશ વસાવાએ વિરોધ નોંધાવ્યો છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati