Bharuch : રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! ભરૂચ બાદ અંકલેશ્વરમાં પણ ગુનો દાખલ થયો – જુઓ Video

| Edited By: | Updated on: Dec 23, 2025 | 5:55 PM

ભરૂચ જિલ્લામાં રીલ બનાવવાની ઘેલછા હવે જાહેર સલામતી માટે જોખમ બની રહી છે. ભરૂચ બાદ અંકલેશ્વરમાં રીલ માટે કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકવાનો ગંભીર પ્રયાસ સામે આવ્યો છે.

ભરૂચ જિલ્લામાં રીલ બનાવવાની ઘેલછા હવે જાહેર સલામતી માટે જોખમ બની રહી છે. ભરૂચ બાદ અંકલેશ્વરમાં રીલ માટે કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકવાનો ગંભીર પ્રયાસ સામે આવ્યો છે. બે દિવસમાં 10 લોકોની પોલીસે ધરપકડ કરી કાયદાનો પાથ ભણાવ્યો છે.

અંકલેશ્વરમાં એક ઓટો ગેરેજના પ્રમોશન માટે પાંચ શખ્શોએ જાહેર રસ્તા પર બેફામ કાર હંકારી તોડફોડનો ડ્રામા રચ્યો હતો. આ સમગ્ર ઘટનાનું વિડિયો રીલ સ્વરૂપે સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. રીલ વાયરલ થતાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પાંચ શખ્શોની ધરપકડ કરી ગુનો નોંધ્યો છે. પોલીસ ઇન્સ્પેકટર પી જી ચાવડા અનુસાર જાહેર રસ્તા પર આવા સ્ટન્ટ અને તોડફોડથી લોકોના જીવને ગંભીર જોખમ ઊભું થયું હતું.

આ અગાઉ સોમવારે ભરૂચ એ ડિવિઝન પોલીસે પણ ટ્રાફિકમાં અકસ્માતનો ડ્રામા કરીને રીલ બનાવનાર પાંચ શખ્શોની ધરપકડ કરી હતી. બંને ઘટનાઓએ સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થવાની હોડમાં કેટલાક તત્વો કાયદા અને જાહેર સલામતીને નજરઅંદાજ કરી રહ્યા છે.પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે રીલના નામે કાયદો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવા કૃત્યો સહન કરવામાં આવશે નહિ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો