ભરૂચ : નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો, જુઓ વીડિયો

|

Jun 20, 2024 | 11:54 AM

ભરૂચ : ભરૂચ શહેરમાં નર્મદા નદીના કિનારે મગર નજરે પડતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. મહાકાય મગર  ધાર્મિક મહાત્મય ધરાવતા દશાશ્વમેઘ ઘાટ નજીક નજરે પડયો હતો.

ભરૂચ : ભરૂચ શહેરમાં નર્મદા નદીના કિનારે મગર નજરે પડતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. મહાકાય મગર  ધાર્મિક મહાત્મય ધરાવતા દશાશ્વમેઘ ઘાટ નજીક નજરે પડયો હતો. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આસ્થા સાથે નર્મદામાં ડૂબકી લગાવે છે ત્યારે મગરના હુમલાનો ભય સર્જાયો છે.

મહાકાય મગર નજરે પડવાની જાણ વનવિભાગને કરવામાં આવી છે. આ મામલે નર્મદા કિનારે પાંજરા ગોઠવવાની તજવીજ શરૂ કરાઈ છે. જાણકારો અનુસાર નર્મદામાં પૂર આવે ત્યારે અન્ય જળાશયોના મગર ડાઉન સ્ટ્રિમમાં આવી જતા હોય છે.

શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ
Garlic Benefits : રોજ લસણની બે કળી ખાલી પેટ ખાવાના ચમત્કારિક ફાયદા
આ છે હિંદુ ધર્મનું સૌથી નાનું અને પ્રસિદ્ધ પુસ્તક, ફક્ત વાંચવાથી દુર થાય છે મુસીબત !
આજનું રાશિફળ તારીખ : 28-09-2024

હાલમાં નજરે પડેલા મગરના કારણે સ્થાનિકોને અને શ્રદ્ધાળુઓને એલર્ટ કરવામાં આવ્યા છે. મગર હુમલો કરે તે પૂર્વે તેને પકડી સલામત સ્થળે મુક્ત કરવા માંગ કરવામાં આવી રહી છે.

Next Article