વાવાઝોડામાં ખેડૂતોને થયેલા નુકસાનનું 100 ટકા વળતર ચૂકવવા ભારતીય કિસાન સંઘની માગ, જુઓ Video
વાવાઝોડાથી નુકસાનીમાં જ્યાં વધુ નુકસાન થયું છે ત્યાં વધુ સહાય ચૂકવાય તેવી ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. વાવાઝોડામાં 4 તાલુકાઓમાં કેરીના પાકને સંપૂર્ણ નુકશાન થયું છે.
Kutch: બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. બીપોરજોય વાવાઝોડા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. પરંતુ આ વાવાઝોડાની અસર માનવ વસ્તી સાથે ખેડૂતો પર પણ પડી છે. કારણ કે ભારે પવનને કારણે કેળ કેરી અને ચીકુના પાક નષ્ટ થયા છે. ત્યારે વાવાઝોડામાં ખેડૂતોને થયેલા નુકસાનનું 100 ટકા વળતર ચૂકવવામાં આવે તેવી માગ ભારતીય કિસાન સંઘે કરી છે.
ભારતીય કિસાન સંઘના મહામંત્રીએ આ અંગે રાજ્ય સરકારને રજૂઆત કરી છે કે વાવાઝોડાને કારણે બાગાયતી પાકોને મોટું નુકસાન થયું છે. બાગાયતી પાકને ખેતી કરતા ખેડૂતોને પાંચ વર્ષે ઉત્પાદન મળતું હોય છે. ત્યારે વાવાઝોડાને કારણે થયેલી આ નુકસાનીમાં સરકારે નક્કી કરેલા ધારાધોરણોમાં થોડો બદલાવ કરી અને ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તેવી પ્રયાસ સરકાર કરે તેવી રજૂઆત કિસાન સંઘ તરફથી કરવામાં આવી છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો