Gandhinagar : માણસામાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ હોવાની આશંકા, VHPએ ગૃહ રાજ્યમંત્રી સુધી પહોંચાડ્યુ આવેદનપત્ર, જૂઓ Video

Gandhinagar : માણસામાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ હોવાની આશંકા, VHPએ ગૃહ રાજ્યમંત્રી સુધી પહોંચાડ્યુ આવેદનપત્ર, જૂઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2023 | 12:03 PM

વિશ્વ હિન્દુ પરિષદે (Vishva Hindu Parishad) મામલતદારને આ શંકાને પગલે આવેદનપત્ર પણ આપ્યુ છે.માણસાના રિદ્રોલ અને ઇટાદરા ગામમાં બાંગ્લાદેશીઓ હોવાની આશંકાને આધારે આ આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.

Gandhinagar : ગાંધીનગરના માણસામાં ગેરકાયદે (Illegal) રીતે બાંગ્લાદેશીઓ (Bangladeshi) રહેતા હોવાની આશંકા સેવાઇ રહી છે. વિશ્વ હિન્દુ પરિષદે (Vishva Hindu Parishad) મામલતદારને આ શંકાને પગલે આવેદનપત્ર પણ આપ્યુ છે. માણસાના રિદ્રોલ અને ઇટાદરા ગામમાં બાંગ્લાદેશીઓ હોવાની આશંકાને આધારે આ આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. અસામાજિક તત્વો દ્વારા ગામની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા હોવાનો આરોપ છે. આધારકાર્ડ, રાશનકાર્ડ, ચૂંટણીકાર્ડ પણ કઢાવી લીધા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે મામલતરની સાથે ગૃહ રાજ્યમંત્રી, DGP, કલેકટર અને ધારાસભ્યને પણ આ આવેદનપત્ર મોકલ્યું છે.

આ પણ વાંચો-Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, વરસાદમાં વિલંબ થતા સર્જાયેલી પરિસ્થિતિ સહિત અનેક મુદ્દાઓ પર કરવામાં આવશે ચર્ચા, જુઓ Video

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">