AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બનાસકાંઠામાં પાણીના અભાવે ખેતી પર માઠી અસર, ડેમો, કૂવા ખાલીખમ, સરેરાશ વાવેતર ઓછુ થવાની સંભાવના- Video

બનાસકાંઠામાં પાણીના અભાવે ખેતી પર માઠી અસર, ડેમો, કૂવા ખાલીખમ, સરેરાશ વાવેતર ઓછુ થવાની સંભાવના- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2026 | 5:59 PM
Share

આ વર્ષે અપૂરતા વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લામાં ગંભીર જળસંકટ સર્જાયું છે. ડેમ, નદીઓ અને કૂવા ખાલીખમ થતાં ખેતી અને પશુપાલન પર માઠી અસર થઈ છે. પાણીના અભાવે ખેડૂતો પાક લઈ શક્યા નથી અને ઘાસચારાની પણ અછત છે. આગામી રવિ પાક પણ જોખમમાં હોવાથી સરેરાશ વાવેતર ઓછું થવાની ભીતિ સેવાઈ રહી છે. આ તરફ જળસંકટને કારણે ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

આ વર્ષે ચોમાસામાં અપૂરતા વરસાદને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં જળસંકટની સ્થિતિ સર્જાઈ છે. જેમા બનાસકાંઠા જિલ્લામાં પણ મોટુ જળસંકટ તોળાઈ રહ્યુ છે. અહીં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. ત્યારે પાણીની અછતને કારણે ખેડૂતો અને પશુપાલકોની માઠી દશા બેઠી છે. એકતરફ વરસાદના અભાવે ખેતી થઈ શકી નથી, પાક લેવાયો નથી. ઘાસચારાની અછત છે. તેમા હવે પાણીનું પણ સંકટ તોળાઈ રહ્યુ છે. ત્યારે પશુપાલકોએ પશુધનને પીવડાવવા માટે પણ પાણી નથી.

અંબાજી તાલુકાની જો વાત કરવામાં આવે તો અહીં વધુ પ્રમાણમાં આદિવાસી રહે છે, જેઓ મોટાભાગે ખેતી પર નિર્ભર હોય છે. અંબાજી, દાંતા અને હડાદ વિસ્તારમાં વસતા મોટાભાગના આદિવાસીઓ ખેતીવાડી કરી ગુજરાન ચલાવે છે. પરંતુ ચાલુ વર્ષે અપૂરતા વરસાદને કારણે નદી, નાળા અને ડેમો ખાલીખમ છએ.

ખેડૂતો વરસાદની રાહમાં કોઈ પાક લઈ શક્યા નથી. ખેતરો સૂકાભઠ ભાસી રહ્યા છે. ત્યારે પાણી વિના હવે ખેડૂતો રવિપાક કેવી રીતે લશે તે મોટો સવાલ છે. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી ગણાતા સિપુ ડેમમાં પણ પાણી નથી. ત્યારે ખેડૂતો માટે સિંચાઈનો પ્રશ્ન વધુ ઘેરો બન્યો છે. હાલ એવા કોઈ જળસ્ત્રોતો બચ્યા નથી જેમાંથી ખેડૂતો પાણી મેળવી શકે. કૂવાના તળ પણ ઉંડા હયા છે, જેના કારણે આગામી શિયાળામાં ખેતી કરી શકે તેવી સ્થિતિ રહી નથી. હાલ જે પ્રકારે ઉનાળુ પાક ખેડૂતો નથી લઈ શક્યા તેને જોતા રવિ પાક પણ પાણીના અભાવે નિષ્ફળ જાય જશે તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. બીજી તરફ પશુધનને પણ પીવડાવવા માટે પાણી નથી ત્યારે સરકાર કંઈક મદદ કરે તેવી આશા પશુપાલકો અને ખેડૂતો બંને રાખી રહ્યા છે. બીજી તરફ પાણીના અભાવે જિલ્લામાં દર વર્ષ કરતા સરેરાશ વાવેતર ઘણુ ઓછુ થશે તેવુ ખેતીવાડી અધિકારી જણાવી રહ્યા છે.

દાંતા અમીરગઢ અને અંબાજી મહતમ પહાડી વિસ્તાર છે જ્યાં ચોમાસાનું પાણી રોકાઈ શકે તેવી પરિસ્થિતિ નથી. જેને લઈ આ વિસ્તારના જે જુના તળાવોને પુનર્જીવિત કરવાની પણ માંગ ઉઠી છે

એક સમયે પીવાના પાણી માટે તરસતુ, ભૂખમરાથી પીડાતા આ શહેરે રણપ્રદેશમાંથી કેવી રીતે ઉભુ કર્યુ અમીરીનું સામ્રાજ્ય- વાંચો

Published on: Nov 01, 2026 05:59 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">