બનાસકાંઠા : નોકરી મેળવવા બેરોજગારોની પડાપડી, ગ્રામ રક્ષક દળની ભરતી માટે ઉમટયાં હજારો યુવાનો

બનાસકાંઠાના પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટરમાં ગ્રામ રક્ષક દળની ભરતી ચાલી રહી છે. પરંતુ આ ભરતી સમયે એટલી ભીડ ઉમટી કે પડાપડી થઇ ગઇ. તમે દ્રશ્યોમાં જોઇ શકો છો કે, હજારોની સંખ્યામાં ઉમેદવારો અહીં શારીરિક પરીક્ષા આપવા આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 12:52 PM

બનાસકાંઠાના પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટરમાં ગ્રામ રક્ષક દળની ભરતી ચાલી રહી છે. પરંતુ આ ભરતી સમયે એટલી ભીડ ઉમટી કે પડાપડી થઇ ગઇ. તમે દ્રશ્યોમાં જોઇ શકો છો કે, હજારોની સંખ્યામાં ઉમેદવારો અહીં શારીરિક પરીક્ષા આપવા આવ્યા હતા. તે સમયે ઉમેદવારો વચ્ચે રીતસરની પડાપડી થઇ ગઇ. આ દ્રશ્યો જોઇને તંત્ર સામે કેટલાક સવાલો થઇ રહ્યા છે. શું તંત્રને ખ્યાલ નહોતો કે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો શારીરિક પરીક્ષા આપવા આવશે? જો ખ્યાલ હતો જ તો પછી આ માટે કોઇ વ્યવસ્થા કેમ ન કરી? જો આ પડાપડીમાં કોઇ મોટી જાનહાની થાય તો તે માટે જવાબદાર કોણ?

સરકારી નોકરી મેળવવા માટે યુવાનો અને બેરોજગારોમાં કેટલો રસ હોય છે. તે આ વીડિયોમાં જોઇ શકાય છે. વીડિયોમાં જોઇ શકાય છેકે ભરતીપ્રક્રિયામાં યુવાનો કેવી રીતે પડાપડી કરી રહ્યાં છે. આ પરથી કહી શકાય કે નોકરી મેળવવી હાલના સંજોગોમાં કેટલી મુશ્કેલ છે. અને, બેરોજગારો માટે નોકરી કેટલી મહત્વની છે એ પણ આ દ્રશ્યો કહી રહ્યાં છે. કારણ કે આજના સમયમાં બેકાર રહેવું કોઇને પોસાય તેમ નથી. જેથી યુવાનો હવે સરકારી નોકરી મેળવવા અથાગ પ્રયત્નો કરતા હોય છે. પરંતુ, બેરોજગારોની સંખ્યાની સામે ભરતીની બેઠકો ખુબ જ નજીવી હોય છે. અને, અનેક ઉમેદવારો નોકરી મેળવવાની વંચિત રહી જાય છે.

આ પણ વાંચો : PORBANDAR : સમુદ્રમાં બે મોટા જહાજો વચ્ચે જોરદાર ટક્કર, ભારતીય કોસ્ટગાર્ડ તાત્કાલિક મદદે પહોંચ્યુ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">