PORBANDAR : સમુદ્રમાં બે મોટા જહાજો વચ્ચે જોરદાર ટક્કર, ભારતીય કોસ્ટગાર્ડ તાત્કાલિક મદદે પહોંચ્યુ
પોરબંદર નજીક સમુદ્રની વચ્ચે બે મોટા જહાજો અથડાયા હોવાના અહેવાલો સાંપડયા છે. MV Aviator અને MV Craze વચ્ચે ટક્કર થઇ હોવાનું સામે આવ્યું છે. આ અથડામણ ઓખાથી 10 નોટિકલ માઈલ દૂર થઈ હતી.
પોરબંદર નજીક સમુદ્રની વચ્ચે બે મોટા જહાજો અથડાયા હોવાના અહેવાલો સાંપડયા છે. MV Aviator અને MV Craze વચ્ચે ટક્કર થઇ હોવાનું સામે આવ્યું છે. આ અથડામણ ઓખાથી 10 નોટિકલ માઈલ દૂર થઈ હતી. કોસ્ટ ગાર્ડના બે નાના જહાજો બચાવ કામગીરી માટે પહોંચ્યા હતા. હાલમાં કોસ્ટ ગાર્ડ દ્વારા તેના પર નજર રાખવામાં આવી રહી છે જેથી કરીને જહાજોમાંથી ઓઇલ લીક ન થાય. કોસ્ટ ગાર્ડની ટીમો સતત દેખરેખ હેઠળ છે, અન્ય કોસ્ટ ગાર્ડ જહાજને મદદ માટે મોકલવામાં આવી રહી છે. જહાજમાં સવાર તમામ ક્રૂ હવે સુરક્ષિત છે.કોસ્ટ ગાર્ડ દ્વારા રાહત બચાવ કામગીરી ચાલી રહી છે.
પોરબંદર નજીક મધદરિયે બે કાર્ગો જહાજ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. દેવભૂમિ દ્વારકાના ઓખાથી 10 માઇલ દૂર અરબી સમુદ્રમાં બે વિદેશી કાર્ગો જાહજ વચ્ચે જોરદાર ટક્કર સર્જાઇ હતી. જેમાં એક જાહજ હોંગકોંગ અને બીજું માર્શલ આઇલેન્ડનું જહાજ હોવાની માહિતી સામે આવી. હોંગકોંગના જહાજના ક્રુ મેમ્બર ભારતીય હોવાનું સામે આવ્યું. તો માર્શલ આઇલેન્ડના કાર્ગો જહાજમાં ફિલિપાઇન્સના ક્રુ મેમ્બર હોવાની વિગતો સામે આવી. મધદરિયે વિદેશી જહાજ વચ્ચે ટક્કરના અહેવાલ મળતા જ ભારતીય કોસ્ટગાર્ડની ટીમો મદદ માટે પહોંચી હતી. અને બંને કાર્ગો શિપને સમુદ્રમાં પ્રદૂષણ નિયંત્રણ કરવાની સૂચના આપી હતી.

બંને જહાજો ટકરાતા આગ પણ ભભૂકી ઉઠી હતી, જોકે હજું આ દુર્ઘટનામાં જાનમાલના સમાચાર નથી. મોડી રાત્રે આ ઘટના બની હતી.

બંને જહાજો ટકરાયા બાદ ભારતીય કોસ્ટગાર્ડ તાત્કાલિક મદદે પહોંચ્યું હતું. અને, તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી આરંભી દેવામાં આવી હતી

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ

દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી

"CM દાદા" ચીપ્યો બદલીનો ગંજીફો, કિ પોસ્ટ પરથી આ અધિકારીઓ બદલાયા

લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
