ચોરી કરવા ફ્લાઇટમાં જતા હાઇટેક ચોરો: બનાસકાંઠા પોલીસે અમદાવાદની કુખ્યાત આંતરરાજ્ય ‘છારા ગેંગ’ નો કર્યો પર્દાફાશ

| Edited By: | Updated on: May 16, 2026 | 9:20 PM

બનાસકાંઠા એલસીબીએ દેશભરમાં ૨૫થી વધુ ગુના આચરનાર અમદાવાદની કુખ્યાત છારા ગેંગના બે સાગરીતોને ઝડપી લીધા છે. આ ગેંગ ફ્લાઇટ મારફતે મોટા શહેરોમાં જઈને કારના કાચ તોડી ચોરીને અંજામ આપતી હતી.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પાર્ક કરેલી કારના કાચ તોડી કિંમતી સામાન અને રોકડની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો એલસીબી (LCB) એ પર્દાફાશ કર્યો છે. પાલનપુર, વડગામ અને દાંતા સહિતના વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ વધતા પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. જેના આધારે પોલીસે અમદાવાદ ખાતે દરોડા પાડીને કુખ્યાત ‘છારા ગેંગ’ ના મુખ્ય સૂત્રધાર સતીશ લાલજી સરફલી ઈન્દર (રહે. અમરાઈવાડી) અને નકુલ રાજુભાઈ માઈચર (રહે. મણિનગર) ને ઝડપી લીધા છે, જ્યારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.

આ ગેંગની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીઓ અમદાવાદથી ફ્લાઇટ મારફતે દિલ્હી, મુંબઈ અને કોલકાતા જેવા મેટ્રો શહેરોમાં જતા હતા. ત્યાં ધાર્મિક સ્થળો અને ભીડભાડવાળા વિસ્તારોમાં પાર્ક થયેલી કારોની રેકી કરી, તક મળતા જ કાચ તોડી ચોરી કરતા અને ફરી ફ્લાઇટ પકડીને અમદાવાદ પરત આવી જતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ₹1.30 લાખની મોટરસાયકલ અને ₹1.90 લાખ રોકડા મળી કુલ ₹3.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગેંગ સામે દેશભરમાં ૨૫થી વધુ ગુના નોંધાયેલા છે અને હાલ પોલીસ અન્ય ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પેટ્રોલ અને ડીઝલ પછી હવે શું તમારો મોબાઈલ રિચાર્જ પણ થશે મોંઘો? જાણી લો ટેલિકોમ કંપનીઓનો આ ઇનસાઇડ પ્લાન

Follow Us