બનાસકાંઠા: દાંતાના તળેટી ગામની દયનીય સ્થિતિ, ગામમાં નથી એકપણ પાકું મકાન, જુઓ વીડિયો
દાંતાના તળેટી ગામના લોકો સરકારી યોજનાઓના લાભથી વંચિત છે. લોકોને રહેવા માટે પાકા મકાન નથી. તો પીવા માટે પાણી પણ કૂવામાંથી લાવવું પડે છે. દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પણ આ મુદ્દે સરકારને આડે હાથ લીધી છે. તેમનો દાવો છે કે, તેમણે અનેકવાર પાકા મકાન માટે રજૂઆતો કરી છે. પરંતુ, આવાસ ફળવાયા બાદ હપ્તા બારોબાર જ ઉપડી જાય છે અને વંચિતો લાભ વિના જ રહી જાય છે.
રાજ્યમાં સરકાર દ્વારા ગરીબો માટે પુષ્કળ કામ થઈ રહ્યા હોવાના દાવા કરાઈ રહ્યા છે. પરંતુ આ દાવાઓને બનાસકાંઠાના આ ગામના ઝૂંપડા જ ખોટા પાડી રહ્યા છે. સરકારી ચોપડે ગામમાં મકાન તો બોલે છે, પરંતુ હકીકતમાં ગામમાં એક પણ પાકું મકાન નથી.
આ પણ વાંચો દાંતીવાડા ડેમમાં લાશ ફેંકતા જ સ્થળ પર પોલીસ પહોંચી ગઈ, કાકાનુ મર્ડર કરનારો ભત્રીજો ઝડપાયો
દાંતાના તળેટી ગામના લોકો સરકારી યોજનાઓના લાભથી વંચિત છે. લોકોને રહેવા માટે પાકા મકાન નથી. તો પીવા માટે પાણી પણ કૂવામાંથી લાવવું પડે છે. દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પણ આ મુદ્દે સરકારને આડે હાથ લીધી છે. તેમનો દાવો છે કે, તેમણે અનેકવાર પાકા મકાન માટે રજૂઆતો કરી છે. પરંતુ, આવાસ ફળવાયા બાદ હપ્તા બારોબાર જ ઉપડી જાય છે અને વંચિતો લાભ વિના જ રહી જાય છે.

દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા

બેફામ બન્યા ખાણ માફિયા, રેતીનુ ગેરકાયદે ખનન કરવા નદીનું વહેણ રોક્યુ

પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો

ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ