Banaskantha : દાંતા તાલુકાના અંતરિયાળ ગામોમાં પાણીની સમસ્યા યથાવત, સમસ્યા ઉકેલવા રજૂઆત
બનાસકાંઠાના(Banaskantha) દાંતા તાલુકાના અંતરિયાળ ગામોમાં જલ સે નલ યોજના અંતર્ગત સરકાર દ્વારા પાણી(Drinking Water)પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે.પરંતુ પાણી પુરવઠા વિભાગની બેદરકારીના કારણે અંતરિયાળ ગામોના લોકોને પાણીને નથી મળી રહ્યું છે, માળગામના લોકોનો આક્ષેપ છે કે યોજના અંતર્ગત પાણીની લાઈનો બિછાવવામાં આવી છે
બનાસકાંઠાના(Banaskantha) દાંતા તાલુકાના અંતરિયાળ ગામોમાં જલ સે નલ યોજના અંતર્ગત સરકાર દ્વારા પાણી(Drinking Water)પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે.પરંતુ પાણી પુરવઠા વિભાગની બેદરકારીના કારણે અંતરિયાળ ગામોના લોકોને પાણીને નથી મળી રહ્યું છે, માળગામના લોકોનો આક્ષેપ છે કે યોજના અંતર્ગત પાણીની લાઈનો બિછાવવામાં આવી છે. પરંતુ પાઈપ લાઈન કે અન્ય સ્ટ્રક્ચરની જાળવણી કરવામાં આવતી નથી.ઠેર-ઠેર પાઈપ લાઈન લીકેજ છે તો મોટર અને સોલાર સિસ્ટમની પણ ભંગાર હાલત થઈ છે. પરિણામે માળગામને આજે પણ પાણી નથી મળી રહ્યું.પાણીની સમસ્યાને લઈ ગ્રામજનો દ્વારા અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં પાણી નહીં મળે તો આંદોલનની ચમકી પણ ગ્રામજનો ઉચ્ચારી છે.
માળગામમાં પાણી સમસ્યાને લઈ તંત્રના અધિકારીઓ કંઈક અલગ જ જવાબો આપી રહ્યા છે. પાણી પુરવઠાના વાસ્મો યુનિટ હેઠળ નલ સે જલ યોજના અંતર્ગત ઘર સુધી પાણી મળી રહ્યું છે. માળ ગામમાં અસામાજિક તત્વો દ્વારા સોલાર પ્લેટ તોડી પાડવામાં આવી છે અને મોટરની પણ ચોરી થઈ છે. જેની સરપંચ દ્વારા પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. લોકોને પાણી ના મળતું હોવાના આક્ષેપો પાણી પુરવઠા અધિકારી ફગાવી રહ્યા છે.