Banaskantha Breaking News : લાંબા વિરામ બાદ બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી, રસ્તાઓ બેટમાં ફેરવાયા ! જુઓ Video

Banaskantha Breaking News : લાંબા વિરામ બાદ બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી, રસ્તાઓ બેટમાં ફેરવાયા ! જુઓ Video

| Updated on: Sep 18, 2026 | 1:32 PM

બનાસકાંઠામાં જ્યાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદ વરસ્યો છે. જ્યાં બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અહીના પાલનપુર ડીસા દાંતા અને અમીરગઢની અંદર વરસાદ વરસ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે ડીસા, પાલનપુર સહિત અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ડીસામાં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું.

ડીસા-રાણપુર રોડ પર આવેલી પિંક સિટી સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ઢીંચણસમા પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સોસાયટીમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે અને તેના કાયમી ઉકેલની માંગ કરવામાં આવી છે.

કિડ્સ સ્કૂલની બહાર પાણી

ડીસાના જલારામ મંદિર સર્કલ પાસે કિડ્સ સ્કૂલની બહાર પણ પાણી ભરાયું હતું. શાળાની બહાર પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલી પડી હતી. સ્થાનિકો અને શાળા સંચાલકોએ પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

પાલનપુરમાં વરસાદથી પાણી ભરાયું

બનાસકાંઠાના ધાનેરા, દાંતીવાડા, કાંકરેજ અને ઓગડ વિસ્તારમાં પણ વરસાદના અહેવાલો સામે આવ્યા છે. પાલનપુરમાં વરસાદથી જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયું હતું. જાહેર રસ્તા પર પાણી ભરાતા મુસાફરો પરેશાન થયા હતા.

વાહનચાલકોને મુશ્કેલી

પાલનપુરમાં આશરે 3 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. બે મહિના અગાઉ આશરે સવા કરોડ રૂપિયાના ખર્ચે અંડરબ્રિજમાં શેડ બનાવવામાં આવ્યો હતો, ત્યારે વરસાદ બાદ પાણી ભરાતા આ ખર્ચ અંગે સવાલો ઉઠી રહ્યા છે. બનાસકાંઠામાં વરસાદથી ખેડૂતોમાં ખુશી છે, પરંતુ શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાએ તંત્ર સામે વરસાદી પાણીના યોગ્ય નિકાલનો પડકાર ઊભો કર્યો છે.

આ પણ વાંચો, Breaking News : અમદાવાદમાં ભારે વરસાદના કારણે વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.