ભર શિયાળે રસ રોટલીનું જમણ! શક્તિપીઠ બહુચરાજી મંદિરે માગસર મહિનામાં ધરાવાય છે પ્રસાદ, જુઓ
બહુચરાજીમાં ભર શિયાળે રસ રોટલીનુ જમણ કરવામાં આવ્યુ હતુ. શક્તિપીઠ બહુચરાજી મંદિરમાં અન્નકૂટનો પ્રસાદ ધરાવવા સાથે માગશર સુદ બીજે અહીં રસ રોટલીનો જમણ રાખવામાં આવે છે. માતાજીના ગર્ભગૃહને પણ સુંદર રીતે આ દિવસે શણગારવામાં આવે છે. મંદિરમાં આંબાના પાન વડે શણગાર સજાવવામાં આવે છે. રસ રોટલીના પ્રસાદ માટે ભક્તો અહીં દૂર દૂરથી આવતા હોય છે.
ભર શિયાળે રસ અને રોટલીનું જમણ! આ સાંભળીને તમને કદાચ આશ્ચર્ય સર્જાતુ હશે, પરંતુ બહુચરાજીમાં વર્ષોથી માગશર સુદ બીજે રસ રોટલીના જમણનો પ્રસાદની પરંપરા ચાલી આવી છે. શિયાળામાં રસ રોટલીના જમણની પ્રસાદ પાછળ એક ચમત્કારીક ઘટના છે. બસ ત્યારથી એટલે કે, 338 વર્ષ અગાઉ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા માટે બહુચર માતાએ પરચો આપ્યો હતો. 3500 લીટર રસ અને રોટલી ભક્તોને પ્રસાદ રુપે જમણ કરાવવામાં આવી હતી.
ચમત્કારીક ઘટનાની વાયકા મુજબ વલ્લભ ભટ્ટ અને ભોળા ભટ્ટને માતાજીએ સપનામાં આવીને કહ્યુ કે, તમારી માતાનું અવસાન થયુ છે. તમારે બહુચરાજી થી અમદાવાદ જઈને ઉત્તરક્રિયા કરવી જોઈએ. પરંતુ વલ્લભ ભટ્ટ નિર્ધન સ્થિતિમાં હોવાથી અસમર્થતા દર્શાવી હતી. નાત દ્વારા રસ અને રોટલી જમાડવા માટે કહ્યુ હતુ. જેને લઈ માતાજીએ સ્વંય આવીને પરચો પૂરતા ભરશિયાળે રસ રોટલીનું જમણ નાતને કરાવ્યુ હતુ. જેને લઈ પ્રતિ વર્ષ માગસર સુદ બીજે અહીં રસ રોટલીનું જમણ કરાવવામાં આવે છે. જેના પ્રસાદનો લાભ લેવા માટે ભક્તો બહુચરાજી આવતા હોય છે. જે પ્રસાદનું આયોજન આનંદના ગરબા મંડળ અને ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતું હોય છે.
આ પણ વાંચોઃ IPL 2024 ની હરાજીમાં ગુજરાતના આ ખેલાડીઓના કિસ્મત ચમકશે! જુઓ યાદી
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
