જામનગર: જાણીતી બ્રાન્ડ ‘મેગના કાર્ટ’ દ્વારા બનાવાઇ રામ મંદિરની પ્રતિકૃતિવાળી પેન, જુઓ વીડિયો
આ પેનનું સૌદર્ય કોઈનું પણ મન હરી લે તેવું છે. કલાના અદભૂત નમૂના સમાન આ પેનમાં કોતરણી અને જડતર કામ ખૂબ બારીકાઈથી કરાયું છે. પેનમાં રામાયણનો રામ-હનુમાન મિલનનો પ્રસંગ કંડારવામાં આવ્યો છે.
15 દિવસ બાદ અયોધ્યા ઔતિહાસિક ક્ષણનું સાક્ષી બનવાનું છે, ત્યારે રામ મંદિરને સમર્પિત અનેક કૃતિઓનું સર્જન થઈ રહ્યું છે. એન્ટીક અને કોતરણીવાળી પેન બનાવવા માટે જાણીતી બ્રાન્ડ ‘મેગના કાર્ટ’ દ્વારા રામ મંદિરની પ્રતિકૃતિવાળી પેન તૈયાર કરવામાં આવી છે.
આ પેનનું સૌદર્ય કોઈનું પણ મન હરી લે તેવું છે. કલાના અદભૂત નમૂના સમાન આ પેનમાં કોતરણી અને જડતર કામ ખૂબ બારીકાઈથી કરાયું છે. પેનમાં રામાયણનો રામ-હનુમાન મિલનનો પ્રસંગ કંડારવામાં આવ્યો છે. જામનગરના કલાકાર ધરમ કનખરાએ તૈયાર કરી છે. રામ મંદિરના નિર્માણ માટે ચળવળ ચલાવનાર રામભદ્રાચાર્યને આ પેન અર્પણ કરવામાં આવશે.
આ ‘મેગના કાર્ટ’ પેન હિરેનભાઈ દ્વારા જ અયોધ્યા રામ મંદિરના આચાર્ય રામભદ્ર ને તેમના મિત્ર એવા રાવલજી દ્વારા અર્પણ કરશે. જોકે રાવલજી દ્વારા આ પેન નો ઓર્ડર ચાર્જ સાથે આપવામાં આવેલ હતો, પરંતુ ભગવાન રામનું મંદિર અયોધ્યામાં બંધાઈ રહ્યું છે, તેની ખુશી સમગ્ર ભારત વર્ષને ગર્વ છે, ત્યારે હિરેનભાઈ એ પણ આ પેનના રૂપિયા ન લેવાનું નક્કી કરી અને એક લાખ નેવું હજારની પેન ભેટ તરીકે અયોધ્યા પહોંચાડશે, અને સાથે રામ નામ લખેલ માળા પણ સાથે આપશે.
આ પણ વાંચો- બ્રેકિંગ ન્યૂઝ : કડકડતી ઠંડી વચ્ચે ગુજરાતના આ વિસ્તારોમાં ગમે ત્યારે તૂટી પડશે વરસાદ, ઠંડીનું જોર વધશે
અયોધ્યાના રામ મંદિરમાં બ્રાસ સીટી તરીકે જાણીતા એવા જામનગરની પણ એક પ્રતિકૃતિ પૂરા ભક્તિ ભાવ સાથે અયોધ્યા મંદિર પહોંચશે. જે જામનગર અને હાલાર માટે ગૌરવની વાત છે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો