રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વડોદરા નગરી બની રામમય, રામભક્તે 1100 કિલોનો સ્ટીલનો બનાવ્યો દીવો, જુઓ વીડિયો

રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વડોદરા નગરી બની રામમય, રામભક્તે 1100 કિલોનો સ્ટીલનો બનાવ્યો દીવો, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2024 | 1:42 PM

રામ મંદિરમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને વડોદરા પણ રામમય બની છે.રામ ભક્ત અરવિંદભાઈ પટેલે 1100 કિલોનો સ્ટીલનો દીવો બનાવ્યો છે.જેની ઊંચાઈ 9.25 ફૂટ, પહોળાઇ 8 ફૂટ છે.

દેશભરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રામ મંદિરમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને વડોદરા પણ રામમય બની છે. રામ ભક્ત અરવિંદભાઈ પટેલે 1100 કિલોનો સ્ટીલનો દીવો બનાવ્યો છે. જેની ઊંચાઈ 9.25 ફૂટ, પહોળાઇ 8 ફૂટ છે.

દીવામાં ઘીની ક્ષમતા 501 કિલો છે અને દીવાની દિવેટ 15 કિલોના કોટનથી બનાવવામાં આવી છે. 22 જાન્યુઆરીએ રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દીવો પ્રગટાવાશે.તે પહેલા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દીવાની પૂજા કરી આ દિવાને અયોધ્યા મોકલશે.

તો વડોદારના તરસાલીના રામભક્ત વિહાભાઈ ભરવાડે બનાવેલી 108 ફૂટ લાંબી અને સાડાત્રણ ફૂટ પહોળી વિશાળ ધૂપસળી ડિસેમ્બર માસના અંતમાં વડોદરાથી અયોધ્યા સુધીની ભવ્ય શોભાયાત્રા કાઢી અયોધ્યા ખાતે પહોંચાડવમાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">