અમદાવાદ વીડિયો : ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કપ્તાન રિવર ફ્રન્ટ પર કરાવ્યુ ફોટોશુટ, લોકો માટે બંધ કરવામાં આવ્યો અટલ બ્રિજ

અમદાવાદ વીડિયો : ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કપ્તાન રિવર ફ્રન્ટ પર કરાવ્યુ ફોટોશુટ, લોકો માટે બંધ કરવામાં આવ્યો અટલ બ્રિજ

Darshal Raval
| Edited By: | Updated on: Nov 20, 2023 | 12:45 PM

ર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તેમજ અક્ષર રિવર ક્રુઝમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ફોટાશુટ કરાવ્યુ છે. જેના પગલે અટલ બ્રિજ થી સરદાર બ્રિજના નીચે જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટનને નદી વચ્ચે ક્રુઝ લઈ જઈને ફોટો શુટ કરાવ્યો હતો.

અમદાવાદમાં રમાયેલી વર્લ્ડકપની મેચમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. ત્યાર બાદ આજે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કપ્તના વર્લ્ડ કપની ટ્રોફી સાથે રિવર ફ્રન્ટની મુલાકાત લીધી છે. વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તેમજ અક્ષર રિવર ક્રુઝમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ફોટાશુટ કરાવ્યુ છે. જેના પગલે અટલ બ્રિજ થી સરદાર બ્રિજના નીચે જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

પોલીસ બંદોબસ્ત સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટનને નદી વચ્ચે ક્રુઝ લઈ જઈને ફોટો શુટ કરાવ્યો હતો. જેમાં અટલ બ્રિજ આવે તેવી રીતે ફોટા પાડવામાં આવ્યા છે.

ફોટો શુટ કરાવ્યા બાદ ગુજરાતી ફૂડની મહેમાન નવાજી માણી હતી. તેમજ ચાલુ ક્રુઝમાં BCCIની ટીમ દ્વારા ઓસ્ટ્રેલિયનના કેપ્ટનું ઈન્ટરવ્યુ પણ કર્યુ હતુ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">