સુરતઃ સચિન વિસ્તારમાં ગેસ લીકેજથી આગ લાગતા 7 લોકો દાઝયા, જુઓ વીડિયો
મહિલા દુધ ગરમ કરવા માટે ગેસ ચાલુ કરે છે તે વખતે ઘરમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો અને કુલ 7 લોકો દાઝી ગયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. હાલમાં આ તમામ લોકોને સારવાર આપવામાં આવી રહી છે.
સુરતના સચિન વિસ્તારમાં ગેસ લીકેજથી આગ લાગવાની ઘટના બની છે. મહિલા દુધ ગરમ કરવા માટે ગેસ ચાલુ કરે છે તે વખતે ઘરમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો અને કુલ 7 લોકો દાઝી ગયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.
આ સમગ્ર ઘટના સચિન વિસ્તારમાં બની છે.પરિવારના મહિલા બાળકો માટે દુધ ગરમ કરવા ઊભા થયા હતા.તેમણે ગેસ ઉપર દુધ ગરમ કરવા મુક્યુ હતુ. જો કે મહિલાને ગેસ લીકેજ થઇ રહ્યુ હોવાનું ધ્યાનમાં આવ્યુ નહીં અને અચાનક જ મોટો બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા જ ભીષણ આગ લાગી હતી અને ગેસ નજીક જ ઊભેલા પતિ-પત્ની ગંભીર રીતે દાઝી ગયા હતા.તો આજુબાજુ સુતેલા બાળકો સહિત અન્ય લોકોને પણ આગની અસર થઇ હતી.
આ પણ વાંચો- રેલવે ટ્રેક પર જતી મહિલા પર દુષ્કર્મ ગુજાર્યો, પોલીસે આરોપીને દબોચ્યો, મહિલાઓની સુરક્ષાને લઈ ઉભા થયા સવાલો
આગની આ ઘટનામાં ત્રણ બાળકો સહિત કુલ 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. હાલમાં આ તમામ લોકોને સારવાર આપવામાં આવી રહી છે. સમગ્ર મામલે પોલીસે કેવી રીતે ગેસ લીકેજ હતો અને ઘટના કેવી રીતે બની તે અંગેની તપાસ હાથ ધરી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





