AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિધાનસભા ચૂંટણીની જાહેરાત 2 નવેમ્બરે થાય તેવી શક્યતા, 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશ સાથે ગુજરાત વિધાનસભાની મતગણતરી

વિધાનસભા ચૂંટણીની જાહેરાત 2 નવેમ્બરે થાય તેવી શક્યતા, 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશ સાથે ગુજરાત વિધાનસભાની મતગણતરી

Kinjal Mishra
| Edited By: | Updated on: Oct 25, 2022 | 12:28 PM
Share

2 નવેમ્બરના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission) દ્વારા દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે. જેમાં ગુજરાતની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે ચૂંટણીનાં પરિણામો હિમાચલપ્રદેશની સાથે જ આઠમી ડિસેમ્બરે જાહેર કરાશે.

વિધાનસભાની ચૂંટણીને (Assembly elections) લઈને ચૂંટણી પંચની કવાયત ગુજરાતમાં પૂર્ણ થઇ છે. આ મહિનામાં ચૂંટણી પંચ ત્રણ દિવસ માટે ગુજરાત (Gujarat) આવ્યુ હતુ અને અલગ અલગ ઝોનમાં તેમણે બેઠકો પણ કરી છે. ત્યારે હવે કેન્દ્રીય ચૂંટણી પંચ (Central Election Commission) ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બીજી નવેમ્બરે બપોર સુધીમાં કરે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2 તબક્કામાં યોજાવાની શક્યતા છે. પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત અને બીજા તબક્કામાં અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાત અને વડોદરા સહિત મધ્ય ગુજરાતના જિલ્લાઓની બેઠકો પર ચૂંટણીઓ યોજાઈ શકે છે.

બે તબક્કામાં યોજાશે ચૂંટણી !

2 નવેમ્બરના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે. જેમાં ગુજરાતની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે ચૂંટણીનાં પરિણામો હિમાચલપ્રદેશની સાથે જ આઠમી ડિસેમ્બરે જાહેર થશે. જે દિવસે ચૂંટણી જાહેર થાય તે જ દિવસથી ગુજરાતમાં આચારસંહિતાનો અમલ શરૂ થઇ જશે. 12 ડિસેમ્બરે સુધીમાં નવી સરકારનું મંત્રીમંડળ જાહેર થઇ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બે તબક્કામાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. પહેલા તબક્કાનું મતદાન ગુજરાતમાં 30 નવેમ્બર અથવા 1 ડિસેમ્બરે થઈ શકે છે. જ્યારે બીજા તબકકાનું મતદાન 5 અથવા 6 ડિસેમ્બરે થઈ શકે છે.

ચૂંટણીની જાહેરાત પહેલા વધુ એક કેબિનેટ બેઠક મળશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા રાજ્ય સરકારની વધુ એક કેબિનેટ બેઠક મળવાની છે. ત્યારે કેબિનેટ બાદ કેટલીક મહત્વની જાહેરાત થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂંટણીની જાહેરાત પહેલા વધુ એક વાર ગુજરાત આવવાના છે. PM મોદી 29, 30 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેઓ કેવડિયા તથા માનગઢમાં હાજરી આપશે. આ મુલાકાત તેઓ એક વડાપ્રધાન તરીકે લેવાના છે. તેઓ ચૂંટણી પછી પણ ગુજરાત આવશે. જો કે તેઓ વડાપ્રધાન તરીકે નહીં પણ ભાજપના કેમ્પેઇન માટે આવશે.

Published on: Oct 25, 2022 12:15 PM
g clip-path="url(#clip0_868_265)">