AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દીવમાં મીની ક્રૂઝનું આગમન, પ્રવાસીઓને એક થી દોઢ ક્લાક સુધી સફર કરાવશે , જુઓ Video

દીવમાં મીની ક્રૂઝનું આગમન, પ્રવાસીઓને એક થી દોઢ ક્લાક સુધી સફર કરાવશે , જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2023 | 9:12 AM
Share

દીવ માં દેશ- વિદેશના પ્રવાસીઓનો મેળો ભરાશે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ હોવાના કારણે અને દીવ એક સુંદર દરિયાઈ ટાપુ હોવાને કારણે, દેશ- વિદેશના લાખો પ્રવાસીઓ દર વર્ષે દીવની આસપાસના અરબી સમુદ્રના સુંદર દરિયાકિનારાનો આનંદ માણવા આવે છે

સ્માર્ટ સીટી દીવ  ( Diu) માં દેશ- વિદેશના પ્રવાસીઓ માટે સારા દિવસો આવ્યા છે.દીવ ના બંદરે અતિ આધુનિક યંત્રોથી સજ્જ મીની ક્રૂઝ (Mini Cruise) પહોંચતા દીવવાસીઓ અને પ્રવાસીઓ આનંદિત થયા છે. વિશ્વ વિખ્યાત પર્યટન સ્થળ અને સ્માર્ટ સીટી દીવમાં હવે દેશ- વિદેશના પ્રવાસીઓ માટે સારા દિવસો આવ્યા છે. ભારત સરકારના સહયોગ થી દીવ પ્રશાસને દેશ- વિદેશના પ્રવાસીઓ માટે દેવ ના અરબી સમુદ્ર માં ડોલફીન ના ઉછળતા મોજા ની સાથે મસ્તી કરવાનો નજારો નિહાળવા દીવ ના દરિયા માં અતિ આધુનિક યંત્રો થી સજ્જ મીની ક્રૂઝ શરૂ કરવાનો નિર્ણય કરતાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત 165 પેસેજરોની બેઠકો અને 10 ક્રુ મેમ્બરોની ક્ષમતા ધરાવતી DVS ગ્લોબલ કંપનીની મેક ઇન ગોવામાં બનેલી તદન ન્યુ બ્રાંડ અતિ આધુનિક યંત્રો થી સજ્જ મીની ક્રૂઝ દીવના બંદરે પહોંચતા દીવ વાસીઓ અને પ્રવાસીઓ આનંદિત થઈ ગયા.

40 થી 50 નોટિકલ માઈલ સુધી ઉંડા દરિયા માં જઈ શકે

તેમાં દીવ કલેકટર ફરમન બ્રમ્હાનો સિંહ ફાળો છે. તેના અથાક પ્રયત્નો થી ગોવા થી દીવ આ મીની ક્રૂઝ દીવ આવી પહોંચતા દીવ વાસીઓ અને પર્યટકો માં ખુશી નો માહોલ છવાઈ ગયો. આ DVS ગ્લોબલ મીની ક્રૂઝ ની વાત કરીયે તો 150 ટન વજન ની કેપેસીટી ડબલ એંજીન ધરાવે છે.40 થી 50 નોટિકલ માઈલ સુધી ઉંડા દરિયા માં જઈ શકે. તેમાં મેરેજ તેમજ બર્ડે પાર્ટી કરવાની સુખ સુવિધા સાથે ખાવા પીવા ડાંચ પાર્ટી કરવાની સુવિધા ઉપલબ્ધ છે.સેફ્ટી અને સુરક્ષા ની વાત કરિયે તો લાઈફ ગાર્ડ,લાઈફ જેકેટ,લાઈફ બોટ સાથે ટ્રેનીંગ પ્રાપ્ત રેસ્ક્યુ ટીમ ની સુવિધા પણ ઉપલબ્ધ છે. પ્રવાસીઓને એક થી દોઢ ક્લાક સુધી દીવ ના દરિયા કિનારાના આલ્હાદક વાતાવરણ ની સફળ કરાવીને મોજ માણવા નો અનેરો આનંદ માણી શકશે.

દીવ એ વિશ્વના સુંદર દરિયા કિનારાઓમાંનું એક છે

હવે દીવ માં દેશ- વિદેશના પ્રવાસીઓનો મેળો ભરાશે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ હોવાના કારણે અને દીવ એક સુંદર દરિયાઈ ટાપુ હોવાને કારણે, દેશ- વિદેશના લાખો પ્રવાસીઓ દર વર્ષે દીવની આસપાસના અરબી સમુદ્રના સુંદર દરિયાકિનારાનો આનંદ માણવા આવે છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વારસા માં અખૂટ કુદરતી સંપત્તિ છે. દીવ એ વિશ્વના સુંદર દરિયા કિનારાઓમાંનું એક છે. દર વર્ષે દેશ- વિદેશમાંથી લાખો પ્રવાસીઓ દીવના આ સુંદર દરિયા કિનારાનો આનંદ માણવા દીવ આવે છે.

રોજગારી મેળવીને દેશના સર્વાંગી વિકાસ ના સહભાગી બની શકે

હવે દીવ વિશ્વ કક્ષાના પ્રવાસી નકશા પર જાણીતું થશે.દીવમાં આવતા દેશી- વિદેશી પ્રવાસીઓ પર્યટન સ્થળ દીવના સફેદ સોના જેવી રેતીના અરબી સમુદ્ર કિનારા ના મોજાની મોજ માણી શકે.દીવ બંદર જેટીને મુખ્યત્વે પ્રવાસનના દૃષ્ટિકોણ થી વિકસાવવાનો નિર્ણય લેવાયો છે. બંદર કિનારાના ડ્રેજિંગ અને બંદરોના નિર્માણ જેવા વિવિધ વિકાસલક્ષી કાર્યો પર મુખ્યત્વે ઊંડાણપૂર્વક ચર્ચા કરીને પ્રશાસકે દીવ પ્રવાસન ક્ષેત્રે વિશ્વ કક્ષા એ અનેકો મુકામ સર કરી શકે.અને પ્રવાસીઓ અનેરો આનંદ માણી શકે. અને દીવના લોકો સારી એવી રોજગારી મેળવીને દેશના સર્વાંગી વિકાસ ના સહભાગી બની શકે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">