અમદાવાદ : એકલા રહેતા વૃદ્ધો માટે ચેતવણીરૂપ કિસ્સો, બોપલમાં પાંચ મિત્રોએ કરી રૂ.1.11 લાખની લૂંટ
પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. જેમાં મુખ્ય સૂત્રધાર ભાવેશ સોલંકીએ દિવાળી સુધારવા લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જે માટે તેના અન્ય મિત્રોને દિવાળી સુધારવાની લાલચ આપી હતી. ભાવેશ અગાઉ ભોગ બનનારના ઘરની બાજુમાં રહેતો હતો.
અમદાવાદમાં એકલા રહેતા વૃદ્ધ દંપતી માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. બોપલ વિસ્તારમાં ફરી એક લૂંટની ઘટના બની છે. કુરિયર બોય તરીકેની ઓળખ આપી વૃદ્ધ દંપતીના ઘરમાં ઘૂસી લૂંટ કરવામાં આવી હતી. જેમાં પોલીસે પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
બનાવની વાત કરીએ તો બોપલમાં હીમાવન ફ્લેટમાં રહેતા વૃધ્ધ દંપતીને ત્યાં એક વ્યક્તિ કુરીયર બોયની ઓળખ આપી ઘરમાં ઘૂસી ગયો હતો. જે બાદ અન્ય ચાર લોકો ઘરમાં ઘૂસ્યા હતા અને લૂંટારુંઓએ દંપતીને બંધક બનાવી દીધા હતા અને ચપ્પુ બતાવી સોના-ચાંદીના દાગીના, ચાંદીની મૂર્તિ સહિત કુલ રૂ.1.11 લાખની લૂંટ કરી હતી. ગ્રામ્ય એલસીબીએ ગણતરીના દિવસોમાં જ પાંચેય લૂંટારૂઓની ધરપકડ કરી છે.
આ પણ વાંચો ન્યૂડ વીડિયો કોલ કરી પૈસા પડાવતી ગેંગનો આરોપી ઝડપાયો, સામે આવ્યા અનેક ખુલાસા
પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. જેમાં મુખ્ય સૂત્રધાર ભાવેશ સોલંકીએ દિવાળી સુધારવા લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જે માટે તેના અન્ય મિત્રોને દિવાળી સુધારવાની લાલચ આપી હતી. ભાવેશ અગાઉ ભોગ બનનારના ઘરની બાજુમાં રહેતો હતો. જેથી આ દંપતી પાસે 40-50 લાખ રૂપિયા આવ્યા હોવાની માહિતી મળતા તેણે અન્ય આરોપીઓ સાથે મળીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે તમામ મુદ્દામાલ સહિત પાંચેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
