Breaking News : અમદાવાદમાં વાયુ પ્રદુષણને કારણે વિઝીબિલીટી ઘટી, AQI 339 પર પહોંચ્યો,જુહાપુરામાં AQI 463, જુઓ Video

| Edited By: | Updated on: Dec 31, 2025 | 11:42 AM

સમગ્ર ગુજરાતમાં વાયુ પ્રદુષણનું ભયાનક સ્તર જોવા મળ્યું છે. અમદાવાદમાં AQI 339 પર પહોંચ્યો હતો.ધુમ્મસની સાથે સાથે વાયુ પ્રદુષણને કારણે વિઝીબિલીટી પણ ઘટી

સમગ્ર ગુજરાતમાં વાયુ પ્રદુષણનું ભયાનક સ્તર પર પહોંચ્યુ. અમદાવાદમાં AQI 339 પર પહોંચ્યો. અનેક વિસ્તારોમાં AQI ખરાબ કક્ષાએ પહોંચ્યો છે. જુહાપુરામાં AQI 463 પર પહોંચ્યો. ધુમ્મસની સાથે સાથે વાયુ પ્રદુષણને કારણે વિઝીબિલીટી પણ ઘટી. ત્યારે વાહન ચાલકોને પરેશાનીઓ પણ થઈ હતી.આજે ભર શિયાળે અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. શિયાળાની ઋતુ હોવા છતાં આજે સવારથી ધુમ્મસ જેવો માહોલ સર્જાયો હતો. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા લોકો અચંબામાં મુકાયા હતા. આ સાથે વાયુ પ્રદુષણને કારણે વિઝીબિલીટી ઘટી હતી.

પ્રદુષણની ગંભીરતા કેટલી

તો ચાલો આપણે જોઈએ કે, AQI દ્વારા જાણી શકાય છે પ્રદુષણની ગંભીરતા કેટલી છે.AQIની રેન્જ 0 થી 500 વચ્ચે હોય છે. AQI જેટલો ઓછો એટલી હવા સારી હોય છે.AQI વધે એમ એમ પ્રદૂષણમાં વધારાનો સંકેત દર્શાવે છે.હવાની ગુણવત્તાનો સ્કોર AQI 0-100 વચ્ચે સારો ગણવામાં આવે છે.AQI 101થી 200 વચ્ચે આવે તો સામાન્ય માનવામાં આવે છે.AQI 201થી 300 વચ્ચે ખરાબ ,AQI 301થી 400 ખૂબ જ ખરાબ AQI 401થી 500 વચ્ચે અત્યંત ખરાબ ગણવામાં આવે છે.

વાયુ પ્રદુષણનું ભયાનક સ્તર પહોંચ્યું

ગુજરાતમાં વાયુ પ્રદુષણનું ભયાનક સ્તર પહોંચ્યું છે. ત્યારે દિલ્હીમાં ઠંડીની સાથે ઝેરીલી હવાનો પણ સતત વધી રહી છે. રાજધાનીના વાતાવરણમાં ઝેર એટલું ગાઢ બની ગયું છે કે શ્વાસ સાથે ઝેરી હવા ફેફસામાં પ્રવેશી રહી છે. તાજેતરના એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ડેટા દર્શાવે છે કે દિલ્હી ફરી એકવાર ‘ગેસ ચેમ્બર’માં ફેરવાઈ ગયું છે. 30 ડિસેમ્બરે દિલ્હીનો સરેરાશ AQI 384 નોંધવામાં આવ્યો હતો, જે ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં આવે છે. આનો અર્થ એ છે કે આ હવામાં લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ગંભીર શ્વસન રોગો થઈ શકે છે; છેલ્લા ત્રણ દિવસનો ટ્રેન્ડ પણ ચિંતાજનક રહ્યો છે.

સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. અહી ક્લિક કરો