નવા વર્ષ નિમિત્તે મંદિરમાં ભગવાનને અન્નકૂટ ધરાવવાની પરંપરા છે. ત્યારે ગોંડલમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં અન્નકૂટ ધરાવાયો હતો. અક્ષરમંદિરમાં ભગવાન સ્વામિનારાયણને વિવિધ પ્રકારની મીઠાઈ, ફરસાણ, જાતજાતના શાક, આઈસક્રીમ, જ્યુસ સહિતની વાનગીઓનો ભોગ ધરાવાયો હતો. હજારો ભક્તોએ આ પ્રસંગે મંદિરમાં દર્શન કર્યા અને નવા વર્ષ સુખાકારી જાય તેવા મહંતસ્વામી મહારાજના આશીર્વાદ લીધા હતા.
બીજી તરફ ખેડાના જિલ્લામાં આવેલા વડતાલ મંદિરમાં અનોખો શણગાર કરાયો છે. મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. રંગબેરંગી લાઈટના શણગારથી મંદિર પરિસરમાં ભવ્ય નજારો સર્જાયો હતો. મહત્વનું છે કે વડતાલ મંદિરનો 200 વર્ષ પૂર્ણ થતા 7થી 15 નવેમ્બર દરમિયાન દ્વિશતાબ્દી મહોત્સવ યોજાવવાનો છે. મહોત્સવ પહેલા મંદિરમાં અનોખી શોભા જોવા મળી રહી છે.
Published On - 12:13 pm, Sat, 2 November 24